ખાંસી અને કફથી તાત્કાલિક રાહત અપાવે આ ૧૦ ઘરેલૂ કફ સીરપ

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

આખો દિવસ કફના કારણે ખાંસી ખાય ખાયને જાણે કે જીવ જ જતો રહે છે. એવામાં જરૂરત હોય છે કે તમે એવી કેટલીક વસ્તુઓ ખાવ કે તેનાથી તમને તરત જ રાહત મળી શકે. કફ દૂર કરવા માટે કફ સીરપ એમ તો ખૂબ જ અસરદાર હોય છે પણ તેના અમુક સાઈડ ઈફેક્ટ પણ હોય છે, જેવા કે ચક્કર, ઉંઘ અને આળસ આવવી. સરદી-ખાંસીથી રાહત મેળવવા માટે જૂના જમાનામાં લોકો ઘરેલૂ ઉપચારનો સહારો લેતા હતા.

જો તમે બજારના કફ સીરપનો ઉપયોગ નથી કરવા માંગતા તો ઘરે જ કફ સીરપ તૈયાર કરી શકો છો. તે અસરદાર અને ઓછા પૈસામાં બની જાય છે. આવો જાણીએ કેટલાક અસરદાર ઘરેલું કફ સીરપ બનાવાની રીત.

તેનુ નિયમિત રૂપથી સેવન તમને તેના આદિ બનાવી શકે છે. ત્યારે તો સરકારે પણ એવી નુકશાનદાયક કફ સીરપો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. પણ શું તમને ખબર છે કે ઘરે બનાવેલી કફ સીરપ અસરદાર હોય છે અને તેમાં કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ હોતું નથી.

મધ, નારિયેળ તેલ અને લીંબુ

એક કટોરામાં નારિયેળ તેલને ગરમ કરો, પછી તેમાં મધ મેળવો. આ મિશ્રણને તમારી ચા માં નાખીને તેના ઉપર લીંબુ નીચોવો અને પીવો.

મધ, ડુંગળીનો રસ અને લસણ

એક કટોરામાં થોડો ડુંગળીનો રસ ગરમ કરો પછી ધીમી આંચ બંધ કરી દો. ગરમ રસમાં લસણની કળીઓ નાંખો. આ મિશ્રણને ગરમ પાણીમાં મિક્સ કરો અને ઉપરથી એક ચમચી મધ મિક્સ કરીને પીવો.

બ્રાઉન સુગર અને ગરમ પાણી

એક કપ પાણી ઉકાળો, તેમાં ૨ નાની ચમચી બ્રાઉન સુગર નાંખો. જ્યારે તે પાણી પીવા લાયક ઠંડુ થઈ જાય ત્યારે તેને મિક્સ કરીને પીવો.

આદુ, લસણ અને કાળા મરી

એક કપ ઉકળતા પાણીમાં આદુ, લસણની બે કળીઓ અને કાળા મરી નાંખીને ગરમ કરો. તેને દિવસમાં બે વખત પીવો.

ઓલિવ ઓઇલ, કાળા મરી અને મધ

એક ચમચી ઓલિવ ઓઇલ ગરમ કરો, તેમાં કાળા મરીના દાણા નાંખો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં મધની એક ચમચી નાંખીને મિક્સ કરો અને તેને ખાઓ.

મધ અને હર્બલ ટી

દિવસમાં બે વખત હર્બલ ટી અને તેમાં મધ નાંખીને પીવાથી ગળાને આરામ મળે છે.

ગરમ લીંબુનો જ્યુસ

જો તમારા ગળામાં દર્દ હોય તો લીબું ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. તમે તેમાં ઈચ્છો તો થોડી ખાંડ કે મીંઠુ નાખી મિક્સ કરી શકો છો.

ગ્રીન ટી અને મધ

ગ્રીન ટી ને મધ સાથે પીવાથી પણ જલદી લાભ થાય છે.

મીઠાનું પાણી અને લીંબુનો રસ

મીંઠાવાળુ પાણી અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને પીવાથી આરામ મળશે.

આદુ, લસણ અને મધ

ઘરે કફ સીરપ બનાવા માટે આદુ, લસણ અને મધ મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો કે પછી ખાલી ખાંડીને તૈયાર કરી લો. તેને ચા માં મિક્સ કરીને પીવો.

English summary
These natural cough syrup recipes can get rid of your nasty problem. Learn to prepare your own homemade cough syrup.
Please Wait while comments are loading...