For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રદુષણથી તમારી ત્વચાને બચાવાની સરળ રીત

By Lekhaka
|

જે વાતાવરણમાં માણસ રહે છે તે સંપૂર્ણપણે પ્રદૂષણથી પ્રભાવિત થઇ ચૂકી છે. પ્રદૂષણના કારણે આપણી સ્કિનમાં એજિંગ, રિંગકલ અને દાગ ડાઘા દેખાવવા લાગે છે. હવે પ્રશ્ન એ ઉદભવે છે કે આ પ્રદૂષણથી આપણે પોતાને અને આપણી ત્વચાને કેવી રીતે બચાવી શકાય.

હવે જો તમારે પ્રદૂષણના લીધે થયેલા નુકસાનને ઓછું કરવું છે, તો તેના માટે કેટલાક પગલાં ભરવા પડશે. આ રીતો તેમને વધુ અજમાવવે પડશે જે મહાનગરોમાં રહે છે. એટલા માટે કારણ કે અહીં સૌથી વધુ પ્રદૂષણ હોય છે. તો શું તમે ઘરેથી બહાર નિકળવાનું બંધ કરી દેશો? જી નહી તમારે એમ કરવાની કોઇ જરૂરિયાત નથી. સારી સ્કીન મેળવવા માટે થોડી મહેનત તો કરવી પડે છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ.

1. ફેસવોશ

1. ફેસવોશ

હંમેશા તમારી સાથે એક ફેશવોશ રાખો. જેના વડે દિવસમાં કોઇપણ સમયે ચહેરો ધોઇ શકાય. આ વેટ વાઇપ્સથી વધુ સારું કામ કરે છે.

2. ફેસ મિસ્ટ

2. ફેસ મિસ્ટ

આખો દિવસ ફ્રેશ રહેવા માટે ફેસ મિસ્ટ પોતાની પાસે રાખો. આ વોટર સ્પ્રે તમારી સ્કિનને હાઇડ્રેટ રાખશે. તમે જ્યારેપણ બહાર રહેશો તો મોઇસ્ચરાઇઝર અને ટોનરની માફક કામ કરશે.

3. સનસ્ક્રીન

3. સનસ્ક્રીન

પ્રદૂષણથી સ્કિનને બચાવવા માટે સનસ્ક્રીનનો જરૂર ઉપયોગ કરો. જો તમે આખો દિવસ બહાર રહો છો તો સનસ્ક્રીનને દિવસમાં ઘણીવાર લગાવો. સૂરજના કિરણોના લીધે તમારી સ્કિનમાં રિંગકલ પડવાનું શરૂ થઇ જાય છે અને તમે જલદી ઘરડાં લાગવા માંડો છો. એટલા માટે જેટલું બની શકે એસપીએફ 30 અથવા તેનાથી વધુની સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

4. લિપ બામ

4. લિપ બામ

હંમેશા પોતાની સાથે લિપ બામ રાખો, કારણ કે તમારા ચહેરાથી વધુ હાઇડ્રેશનની જરૂર તમારા હોઠોને હોય છે. તેના માટે તમે એસપીએફવાળા લિપ બામનો ઉપયોગ કરી શકો છો.

5. એક્સફોલીએટ

5. એક્સફોલીએટ

આખો દિવસ પ્રદૂષણના કારણે થયેલા નુકસાનથી જો સ્ક્રિનને બચાવવી છે તો રાત્રે એક્સ્ફોલીએટ કરો. તેનાથી ચહેરાની બધી ગંદકી સાફ થઇ જશે.

6. પાણી

6. પાણી

સ્ક્રિનને બહારના પ્રદૂષણથી બચાવવાનો સૌથી સારો ઉપાય છે ખૂબ પાણી પીવો. જેનાથી સ્કિન અંદરથી હાઇડ્રેટેડ રહે છે, અને પ્રદૂષણની અસર પણ વધુ થતી નથી.

7. હેન્ડ ક્રીમ:

7. હેન્ડ ક્રીમ:

ઘણા બધા લોકો પોતાના હાથની કાળજી રાખે છે. પરંતુ જો તેમને મોઇસ્ચરાઇઝ ના કરવામાં આવે તો તે ખૂબ ખરાબ દેખાવવા લાગે છે. એટલા માટે હંમેશા પોતાની પાસે હેન્ડ ક્રીમ રાખો જે તમારા હાથને સ્કિનની દેખભાળ કરશે.

English summary
Good skin requires a little bit of attention, so follow these tips to protect your skin from the pollution. It is not as impossible as it seems!
Story first published: Friday, February 17, 2017, 9:12 [IST]
X
Desktop Bottom Promotion