For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેશિયલ ઓઈલને યૂઝ કરવાની રીત

By Karnal Hetalbahen
|

આ દિવસોમાં માર્કેટમાં ઘણા પ્રકારના ફેશિયલ ઓઈલ આવી રહ્યા છે. ચહેરા પર તેનાથી મસાજ કરવાથી સ્કીન થોડી સારી થઈ જાય છે. જે લોકો ઓફિસ જાવ છો કે પછી ફિલ્ડમાં કામ કરતા હોવ, તેમના માટે આ ક્રીમનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોય છે.

શરૂઆતમાં લોકો આ ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળે છે, તેમને લાગે છે કે તેનાથી તેમની ત્વચામાં વધુ પ્રમાણમાં ઓઈલની માત્રા થઈ જશે અને તમને બન્નેની સમસ્યા થઈ જશે.

પરંતુ ઘણા લોકો દ્વારા તેનો ઉપયોગ કર્યા પછી માન્યતા ટૂટી ગઈ છે અને હવે લોકો મોટી સંખ્યામાં તેનો ઉપોયગ કરી રહ્યા છે. જો કે છોકરીઓ હજુ પણ ટાળે છે.

આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે ફેશિયલ ઓઈલનો ઉપયોગ બીજા કયા-કયા કાર્યો માટે કરી શકીએ છીએ જેનાથી તમને લાભ મળે.

૧. મોશ્ચુરાઈઝર -

૧. મોશ્ચુરાઈઝર -

તમે ફેશિયલ ઓઈલનો ઉપયોગ એક મોઈશ્ચુરાઈઝર તરીકે પણ કરી શકો છો. તે ત્વચામાં અંદર સુધી જાય છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. સાથે જ તેના ઉપયોગથી ત્વચા ચોંટતી પણ નથી.

૨. આંખોની ક્રીમ-

૨. આંખોની ક્રીમ-

આ ઓઈલનો ઉપયોગ આઈ-ક્રીમની રીતે કરી શકો છો, જો આંખોની નીચે ખૂબ જ ડ્રાઈનેસ થઇ ગઈ હોય કે આંખોના કિનારે કીચડ જામા થઇ ગયો હોય. હવે તમારે આવી સમસ્યા માટે અલગથી કોઈ મેડીસિન કે ક્રીમ લેવાની જરૂર નથી.

૩. નાક અને ઉપરના હોઠ પર-

૩. નાક અને ઉપરના હોઠ પર-

જો નાકની નીચે અને ઉપરના હોઠ પર વધુ ડ્રાઈનેસ થઇ ગઈ હોય કે સનબર્ન થઈ ગયું હોય તો આ ઓઈલથી મસાજ કરી લો. પછી સાફ કોટન બોલ પર રોઝ વોટરથી લૂંછી લો. એવું કરવાથી ત્યાની ડ્રાઈનેસ દૂર થઇ જશે.

૪. મેકઅપ પહેલા-

૪. મેકઅપ પહેલા-

ચહેરા પર મેકઅપ કર્યા પહેલા તમે આ ઓઈલ વડે હળવી મસાજ કરવાથી ત્વચા મુલાયમ બની શકે છે તેથી મેકઅપ વધુ સમય સુધી ટકી રહે અને ચહેરા પર પરસેવો વગેરે નીકળશે નહી. આના માટે મસાજ કર્યા પછી તમારે આ ઓઈલને ટોનરથી ક્લીન કરી દેવું જોઈએ.

૫. આઈશેડોને યોગ્ય કરવા માટે-

૫. આઈશેડોને યોગ્ય કરવા માટે-

જો તમારો આઈશેડો વધુ શુષ્ક છે અને લગાવ્યા પછી ખરી પડે છે તો તેમાં બે ટીંપા તેના નાંખી લો અને ત્યાર પછી રહેવા દો. એક દિવસ પછી ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેનાથી આઇશેડોની ચોલ્કી ઈફેક્ટ દૂર થશે.

૬. શુષ્ક આઇલાનરને યોગ્ય કરે-

૬. શુષ્ક આઇલાનરને યોગ્ય કરે-

આ ઓઈલના ચાર ટીપાં લો અને તેને ડ્રાઈ આઇલાઈનરમાં નાંખી લો. સારી રીતે શેક કરો. તેનાથી તે લાઇનર યોગ્ય થઇ જશે અને તમે તેને લાંબા સમય સુધી વાપરી શકશો.

English summary
There are many uses of a facial oil and we will be telling you about a few of them right here.
Story first published: Wednesday, February 8, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion