For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાફ અને દાગરહિત ત્વચા મેળવવા માટે પાલન કરો આ ૧૦ નિયમોનું

By Karnal Hetalbahen
|

કેટલાક નિયમ છે જેનું પાલન કરવાથી તમને ચમકદાર ત્વચા મળે છે. અહી ત્વચા સંબંધી દસ ધર્માદેશ આપવામાં આવ્યા છે જેને તમારે જરૂર કરવા જોઈએ. આ ધરતી પર એવી કઈ મહિલા છે જે સાફ ત્વચા નથી ઈચ્છતી? આ દરેક મહિલાનું સપનું છે કે તેનો ચહેરો દાગ ધબ્બા વગરનો અને સાફ દેખાય. પણ ત્વચા સંબંધી આ દસ ધર્માદેશનું અનુકરણ કરવાથી તમે તમારા સપનાને સાકાર કરી શકશો. ઘણા એવા નિયમ છે જેને સાફ અને સુંદર ત્વચાવાળી મહિલાઓ માને છે.

જ્યારે તમે યુવાન થાઓ છો ત્યારે વગર નિયમે પણ તમારું કામ ચાલી જાય છે. પણ ઉંમરના એક પડાવ પછી નિયમ તોડવાની અસર તમારા ચહેરા પર સાફ દેખાઇ આવે છે. એવું થવાનું રોકવા માટે તમારે ચહેરા માટે આ નિયમોનું પાલન કરવું જોઈએ.

એક ઉંમર પછી તમારી ત્વચા વધું કઈ ઝેલી નથી શકતી અને એટલે આ નિયમોની જરૂર પડે છે. એટલે વાંચો અને તે જાણો કે સાફ ત્વચા સંબંધી દસ ધર્માદેશ શું છે!

૧. ચહેરાને જરૂર ધોવો:

૧. ચહેરાને જરૂર ધોવો:

આ વાતનું ધ્યાન રાખો કે તમે ચહેરો જરૂર ધોવો. મેકઅપ કર્યા પછી તેને ધોવાની ટેવ રાખો. એટલે સવારે, રાત્રે અને વ્યાયામ કર્યા પછી ચહેરો ધોવો ખૂબ જરૂરી છે.

૨. ખીલ ફોડશો નહી:

૨. ખીલ ફોડશો નહી:

આવું કરવું ઘણું મુશ્કેલ હોય છે પણ ખીલને ફોડવાથી ચહેરા પર સોજો તો આવે છે સાથે સાથે જ વધુ પ્રમાણમાં ખીલ થઈ જાય છે.

૩. ચહેરાને વધારે સ્પર્શ ના કરો:

૩. ચહેરાને વધારે સ્પર્શ ના કરો:

ચહેરાને વધુ અડવાથી હાથની ગંદકી અને તેલ ચહેરા પર લાગી જાય છે જેનાથી ગંદકી ચહેરાના રોમ છિદ્રમાં જામી જાય છે જો તે ખુલ્લા હોય તો. એટલે ચહેરાને જરૂરથી વધારે ના અડો.

૪. ટોનર:

૪. ટોનર:

અમે એ કહી શકીએ કે એક સારું ટોનર કેટલું અસરકારક થઈ શકે છે. તેનાથી ખીલ ન થવા, ખીલ ઓછા થવા અને તમને સાફ ત્વચા મળે છે. એટલું ધ્યાન રાખો કે તમે યોગ્ય ટોનરનો ઉપયોગ કરો.

૫. સ્ક્રબ:

૫. સ્ક્રબ:

ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરાની મૃત ત્વચા નીકળી જાય છે અને તમારી ત્વચા ચમકદાર બને છે, અને જો તમે તમારી ત્વચાને અઠવાડિયામાં એક વાર સ્ક્રબ કરો છો તો તમારે બ્લિચીંગ અને ફેશિયલ જેવા ઉપાય કરવાની જરૂર નથી.

૬. પણ વધુ સ્ક્રબ ના કરો:

૬. પણ વધુ સ્ક્રબ ના કરો:

દરેક વસ્તુની જેમ, વધારે સ્ક્રબ કરવું તમારા માટે જોખમી હોઈ શકે છે, કેમકે તેનાથી તમારા ચહેરાનું પ્રાકૃતિક તેલ નીકળી જાય છે અને રોમ છિદ્ર ખૂલી જશે. અઠવાડિયામાં ફક્ત એક વખત સ્ક્રબ કરો.

૭. વધારે તણાવ ના લો:

૭. વધારે તણાવ ના લો:

ખરાબ ત્વચાનું મુખ્ય કારણ તણાવ પણ હોઈ શકે છે. પોતાને તણાવ મુક્ત રાખો. જો તમે તણાવમાં આવી રહ્યા હોય તો તમારું મનગમતું ગીત સાંભળો, લાંબા શ્વાસ લો કે ચમેલીનું તેલ સૂંઘો જેનાથી તણાવમાં આરામ મળે છે.

૮. ત્વચાને સૂર્ય કિરણોથી બચાવો:

૮. ત્વચાને સૂર્ય કિરણોથી બચાવો:

આ વાતનું ધ્યાન રાખો કે તમે તમારી ત્વચાની સંભાળ રાખી રહ્યા છો. ઘરેથી બહાર નીકળતા પહેલા એપીએફ જો ૩૦ થી વધારે હોય તેનો ચહેરા પર ઉપયોગ કરો. આ ત્યારે પણ કરો જ્યારે તમે સૂર્યની રોશની નથી જોઈ શકતા.

૯. મૂળતત્વ પર ટકી રહો:

૯. મૂળતત્વ પર ટકી રહો:

મૂળતત્વ ચહેરા પર ઉપચારમાં લેનાર ઉત્પાદનનો ઉપયોગ કરો જે ચહેરા પર પણ કોમળ હોય છે. એ ઉત્પાદનોનો ઉપયોગ ના કરો જે તમને ગોરા બનાવવાનો દાવો કરે છે. અમે એ જ કહીશું કે ઘરગથ્થું ઉપચારનો ઉપયોગ સારો રહેશે કેમકે આ પ્રાકૃતિક હોય છે અને તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.

૧૦. તમારી ત્વચા પર યોગ્ય ટ્રીટમેન્ટ કરો:

૧૦. તમારી ત્વચા પર યોગ્ય ટ્રીટમેન્ટ કરો:

તમારી ત્વચા અનુસાર તેની ટ્રીટમેન્ટ કરો. જેવી રીતે કે તમારી ત્વચા પર ખીલ વધુ હોય તો, તેના પર સ્પોર્ટ ટ્રીટમેન્ટ કરો. ત્યારે પણ જ્યારે તમે ચહેરા પર સ્પોર્ટ ના જોઈ શકો. તેનાથી વધુ સ્પોર્ટ બહાર નહી નીકળી આવે.

English summary
There are certain rules you must follow to get clear skin. Here are ten commandments for clear skin that you must make sure to follow.
Story first published: Saturday, February 18, 2017, 10:07 [IST]
X
Desktop Bottom Promotion