For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દહીંનાં ફેસ પૅકથી બનાવો ચહેરો ચમકદાર અને વાળ મજબૂત

By Lekhaka
|

દહીંનું આરોગ્યની સાથે-સાથે સૌંદર્ય નિખારવામાં પણ મહત્વનું સ્થાન છે. આ એક શ્રેષ્ઠ, સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ થતું સૌંદર્ય પ્રસાધન છે.

ત્વચાને સ્વસ્થ રાખવા માટે સંતુલિત તેમજ પૌષ્ટિક આહારની સાથે જ ઘરગથ્થુ ઉપચારની પણ જરૂર હોય છે. આજે અમે આપને એવા જ ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.

દહીંનું આરોગ્યની સાથે-સાથે સૌંદર્ય નિખારવામાં પણ મહત્વનું સ્થાન છે. આ એક શ્રેષ્ઠ, સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ થતું સૌંદર્ય પ્રસાધન છે. દહીંનું ફેસ પૅક લગાવવાથી ચહેરામાં નિખાર આવે છે અને લિંબુની સાથે વાળમાં લગાવવાથી વાળનું ઉતરવું અટકી જાય છે.

આવા જ દહીંનાં વધુ પણ પ્રયોગો છે કે જેમના વિશે અમે આપને બતાવવાનાં છીએ.

1. ત્વચાને ભેજ (નમી) પ્રદાન કરે :

1. ત્વચાને ભેજ (નમી) પ્રદાન કરે :

એક વાટકીમાં એક ચમચી દહીં, એક ચમચી મધ અને એક ચમચી કોકોઆ પાવડર મિક્સ કરો. પછી આ મૉસ્કને ચહેરા અને ગળા પર લગાવી સુકવી લો. તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આવું કરવાથી આપની ત્વચા સારી રીતે ભેજયુક્ત થશે અને સ્કિનનું ટેક્સચર પણ સુધરશે.

2. એંટી એજિંગ ઇફેક્ટ :

2. એંટી એજિંગ ઇફેક્ટ :

દહીંને આપ દરરોજ ઉપયોગ કરી શકો છો. ઉંમર સાથે ચહેરા પર ધારીઓ આવવા લાગે છે. આપ ઇચ્છો, તો 2-4 ચમચી દહીં સાથે થોડુંક ઓટ્સ મેળવી દો અને પછી તેમાં લિંબુ તેમજ મધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ ગાઢા પેસ્ટને ચહેરા પર લગાવો અને સ્ક્રબ કરો. દહીંમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે ચહેરાની ડેડ સ્કિનને કાઢે છે અને ચમકદાર સ્કિન આપે છે.

3. કરચલીઓ મટાડે :

3. કરચલીઓ મટાડે :

જો ચહેરા પર ક્યારેક બહુ બધી ખીલ કે એક્ને થયા હતાં, તો તે કરચલીઓનું રૂપ લઈ લે છે. આપે પોતાનાં ચહેરા પર દર બીજા દિવસે દહીં લગાવવું જોઇએ. એક ચમચી દહીંમાં અડધી ચમચી લિંબુનો રસ મેળવો અને ચહેરા પર લગાવો.

4. વાળ માટે શ્રેષ્ઠ કંડીશનર :

4. વાળ માટે શ્રેષ્ઠ કંડીશનર :

કંડીશનર બનાવવા માટે 6 ચમચી દહીંમાં થોડુંક નારિયેળ તેલ અને એલોવેરા જૅલ મેળવો. આ મિશ્રણને થોડીક વાર માટે ફ્રિઝમાં મૂકી દો અને પછી માથા પર લગાવી પાણીથી ધોઈ નાંખો.

5. વાળ ઉતરતા રોકે :

5. વાળ ઉતરતા રોકે :

1/2 કપ દહીંમાં 2-3 ચમચી મેથીનું પાવડર મિક્સ કરો અને પછી તેને માથા પર લગાવો. દહીંમાં ઢગલાબંધ પોષક તત્વો હોય છે કે જે વાળનાં મૂળને તાકાત આપે છે.

English summary
Here are ways how you could use curd for skin and hair, check them out!
Story first published: Saturday, February 11, 2017, 11:29 [IST]
X
Desktop Bottom Promotion