For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મિક્સ ત્વચા માટે ૭ સરળ DIY ફેસ માસ્ક

By KARNAL HETALBAHEN
|

જેમ કે નામથી જ ઓળખાઈ જાય છે કે મિક્સ ત્વચાથી તાત્પર્ય છે કે તૈલીય અને શુષ્ક ત્વચાનું મિશ્રણ. તેનો અર્થ છે કે આ પ્રકાની ત્વચાવાળી મહિલાઓના ચહેરાની ત્વચા શુષ્ક અને તૈલીય બન્ને હોય છે. વાસ્તવમાં મોટાભાગના કેશમાં ચહેરાની ટી જોનની ત્વચા તૈલીય હોય છે જ્યારે ચહેરાના બીજા ભાગની ત્વચા શુષ્ક હોય છે.

મિક્સ ત્વચાવાળી મહિલાઓને તૈલીય કે શુષ્ક ત્વચાવાળી મહિલાઓની તુલનામાં ત્વચા સંબંધી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારની ત્વચાવાળી મહિલાઓને ખીલ, શુષ્કતા, દાગ ધબ્બા, બંધ રોમછિદ્ર વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અંતમા: ચહેરા પર લગાવાની વસ્તુઓના મામલામાં તેમને વધારે સાવધાની રાખવી પડે છે.

અને જ્યારે ત્વચાની સારી દેખભાળની વાત આવે છે તો પ્રાકૃતિક પદાર્થોથી થનાર પ્રભાવની કોઈ તુલના છે જ નહી. જો કે મિક્સ ત્વચા પર ઉપયોગમાં લેનાર પદાર્થો વિશે સતર્ક રહેવું ખૂબ આવશ્યક છે કેમકે કેટલાક પદાર્થ ત્વચાની શુષ્કતાને કે ત્વચાની તૈલીયતાને વધારી શકે છે.

સૌભાગ્યથી, કેટલાક વિશિષ્ટ પદાર્થોનું સંયોજન આ પ્રકારની ત્વચા માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે. આ લેખમાં અમે કેટલાક ડીઆઇવાય માસ્કના વિશે જણાવ્યું છે જે મિક્સ ત્વચા માટે ઉપયોગી છે.

ધ્યાન આપો: ફેસ માસ્ક લગાવ્યા પહેલા પેચ ટેસ્ટ કરી લો અને જોઈ લો કે કોઈ પદાર્થ તમારી ત્વચાને નુકશાન તો પહોંચાડી નથી રહ્યું ને.

૧. ક્લે અને દૂધથી બનાવેલ ફેસ માસ્ક

૧. ક્લે અને દૂધથી બનાવેલ ફેસ માસ્ક

ક્લે તથા દૂધને જ્યારે પરસ્પર મિક્સ કરવામાં આવે છે તો આ મિશ્રણ મિક્સ ત્વચા માટે ખૂબ લાભદાયક હોય છે. ક્લે તથા કાચા દૂધને સમાન માત્રામાં મેળવો. આ ડીઆઇવાય માસ્કને ચહેરા પર એકસમાન રીતે ફેલાવો અને તેને ૧૦ મિનીટ સુધી સુકાવા દો. પછીથી પાણીથી ધોઈ લો.

૨. એવોકેડો અને નારિયેળ તેલથી બનાવેલ ફેસ માસ્ક

૨. એવોકેડો અને નારિયેળ તેલથી બનાવેલ ફેસ માસ્ક

એક ચમચી નારિયેળ તેલને મસળેલા એવોકેડોમાં મેળવો અને તેનાથી ચહેરા પર ધીરે ધીરે મસાજ કરો. ૨૦ મિનીટ પછી તેને પાણીથી ધોઈ લો. આ માસ્કને મહિનામાં બે વખત લગાવો જેથી તમારી મિક્સ ત્વચા સ્વસ્થ અને સુંદર બની રહે.

૩. સીવીડ, મધ અને એપ્રીકોટ ઓઇલથી બનાવેલ માસ્ક

૩. સીવીડ, મધ અને એપ્રીકોટ ઓઇલથી બનાવેલ માસ્ક

એક ચમચી સૂકી સીવીડ લો અને તેને એક ટેબલસ્પૂન મધ અને ૨ ટીંપા એપ્રીકોટ ઓઈલ સાથે મિક્સ કરો. આ માસ્કથી તમારા ચહેરા અને ગળાની માલિશ કરો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. મહિનામાં એક વખત આ ફેસ માસ્કને લગાવો.

૪. ઓટમીલ, બદામનો પાવડર અને રોઝ વોટરથી બનેલ માસ્ક

૪. ઓટમીલ, બદામનો પાવડર અને રોઝ વોટરથી બનેલ માસ્ક

એક મુઠ્ઠી બદામને વાટી દો અને તેના પાવડરને ઓટમીલ અને રોઝ વોટરની સાથે મિક્સ કરો. આ માસ્કને ચહેરા પર એક સમાન રીતે લગાવો અને ૧૦ મિનીટ માટે રાખો. અઠવાડિયામાં એક વાર તેને લગાવવાથી તમારી ત્વચા નરમ અને મુલાયમ રહે છે.

૫. કાકડીનો રસ, મિલ્ક પાવડર અને દહીંમાંથી બનાવેલ માસ્ક

૫. કાકડીનો રસ, મિલ્ક પાવડર અને દહીંમાંથી બનાવેલ માસ્ક

એક ટેબલસ્પૂન કાકડીના રસમાં એક ચમચી દૂધ પાવડર અને એક ચમચી દહી મેળવો. આ માસ્કને ચહેરા પર એક સમાન રીતે લગાવો. પદાર્થોનું આ મિશ્રણ ત્વચાને કોમળતા પ્રદાન કરે છે અને ત્વચા પર ઉંડાઇએ જામેલી ધૂળને સાફ કરે છે. આ જામેલી ધૂળના કારણે ત્વચાના રોમ છિદ્ર બંધ થઈ જાય છે.

૬. કેળા, ઈંડાની સફેદી અને મધથી બનેલ ફેસ માસ્ક

૬. કેળા, ઈંડાની સફેદી અને મધથી બનેલ ફેસ માસ્ક

એક ચમચી મધમાં એક ઈંડાની સફેદી અને ૨ મસળેલા કેળાં મિક્સ કરો. આ માસ્કની પાતળી પરત ચહેરા અને ગળા પર લગાવો. ૧૦ મિનીટ પછી તેને ધોઈ લો. નરમ અને સાફ ત્વચા પ્રાપ્ત કરવા માટે તમારી ત્વચા પર આ અદ્ભૂત ફેસ માસ્કનો ઉપયોગ કરો.

૭. પપૈયાનો પલ્પ, મધ અને ગ્લિસરીન ફેસ માસ્ક

૭. પપૈયાનો પલ્પ, મધ અને ગ્લિસરીન ફેસ માસ્ક

એક ચમચી પપૈયાના પલ્પમાં ૨ ટીંપા ગ્લિસરીન અને ૧ ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો અને ૧૫ મિનીટ સુધી તેને લગાવીને રાખો. પછીથી તેને ઠંડા પાણીથી ધોઈ લો. સારા રંગ અને સાફ ત્વચા માટે અઠવાડિયામાં એક વખત આ ફેસ માસ્કનો ઉપયોગ કરો.

English summary
Take a look at the face mask for combination skin. These are the homemade face mask that you must try.
Story first published: Friday, April 14, 2017, 10:08 [IST]
X
Desktop Bottom Promotion