For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળની સ્ટ્રેટનિંગ કરતી વખતે સામાન્ય રીતે છોકરીઓ કરે છે આ ભૂલો

By Super Admin
|

પોતાના બહુમૂલ્ય વાળ પર આ ફ્લૅટ આયર્નનો ઉપયોગ કરતી વખતે આપ કેટલીક ભૂલો કરી શકો છો કે જેમના વિશે આપે ચોક્કસ વિચારવું જોઇએ. આવો જોઇએ :

જ્યારે આપણા વાળનાં સ્ટાઇલિંગની વાત આવે છે, તો આપણે વાળને સ્ટાઇલિશ અને આકર્ષક બતાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. હૅર સ્ટ્રેટનિંગનો ઉપયોગ પણ સામાન્ય બાબત છે અને આપણામાંથી સૌએ તેનો ઉપયોગ કર્યો જ હશે.

આપણામાંથી સૌએ વાળનું સ્ટ્રેટનિંગ કર્યું છે કે કમ સે કમ એક વાર વાળને સ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હૅર સ્ટ્રેટનિંગથી આપણે બહુ ઊંડેથી જોડાયેલા છીએ, કારણ કેતેને આપણે ઘરે જ કોઈ પણ પ્રયત્ન વગર કરી શકીએ છીએ.

વાળને સ્ટ્રેટ કરવાથી આપ લવિંગ અને સેક્સી દેખાઓ છો, પરંતુ પોતાના બહુમૂલ્ય વાળ પર આ ફ્લૅટ આયર્નનો ઉપયોગ કરતી વખતે આપ કેટલીક ભૂલો કરી શકો છો કે જેમના વિશે આપે ચોક્કસ વિચારવું જોઇએ. આવો જોઇએ :

1. ખોટા ઉત્પાદનનો ઉપયોગ કરવો

1. ખોટા ઉત્પાદનનો ઉપયોગ કરવો

ઓછી ગુણવત્તા ધરાવતા હૅર ડ્રાયર કે હૅર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળને બહુ વધારે નુકસાન થઈ શકે છે. આપે કાયમ સારી ક્વૉલિટીનાં હૅર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઇએ, કારણ કે તેનાથી આપને સારા પરિણામો મળશે અને તેનાથી વાળની ક્વૉલિટી પણ સારી જળવાઈ રહેશે. આપે કોઈ પણ પ્રોડક્ટ ખરીદવાથી પહેલા તેનાં રિવ્યૂઝ (પ્રતિસાદો) અવશ્ય વાંચી લેવા જોઇએ કે જેથી આપનાં વાળને નુકસાન ન થાય.

2. સેક્શંસમાં કામ ન કરવું

2. સેક્શંસમાં કામ ન કરવું

હૅર સ્ટ્રેટનરના ઉપયોગની યોગ્ય રીત એ છે કે આપ વાળને નાના-નાના ભાગો બનાવી કામ કરો. મોટાભાગે લોકો બહુ મોટા-મોટા સેક્શન બનાવી વાળનું સ્ટ્રેટનિંગ કરે છે કે જેથી આપને યોગ્ય પરિણામો નથી મળતા. જોકે હૅર એક્સપર્ટ્સ પણ સલાહ આપે છે કે આપે વાળને નાના-નાના સેક્શન બનાવી વાળનું સ્ટ્રેટનિંગ કરવું જોઇએ. તેનાથી વાળ ખરાબ નથી થતા અને વાળ ગુંચવાતા પણ નથી દેખાતાં. તો સારૂં રહેશે કે આપ નાના-નાના સેક્શનલો અને તેમને અલગ-અલગ સ્ટાઇલ કરો.

3. વાળને સારી રીતે ન ધોવા

3. વાળને સારી રીતે ન ધોવા

વાળ ધોયા વગર સ્ટ્રેટનિંગ કરવું એક બીજી મોટી ભૂલ છે કે સામાન્ય રીતે આપ કરો છો. વાળને સ્ટ્રેટ કરતા પહેલા વાળને સારી રીતે શૅમ્પૂ અને કંડીશન કરો. સ્કૅલ્પ પર જામેલા અવશેષોનાં કારણે વણધોવાયેલા વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી વાળને નુકસાન પહોંચી શકે છે. જ્યારે આપ વાળ પર સ્ટ્રેટનિંગ મશીનનો ઉપયોગ કરો છો, ત્યારે ધ્યાન રાખો કે વાળ પર કોઈ કેમિકલ ન લાગેલું હોય કે વાળ પર ધૂળ ન ચોંટેલી હોય.

4. મશીનનું તાપમાન ચેક ન કરવું

4. મશીનનું તાપમાન ચેક ન કરવું

આગામી મહત્વની બાબત જે ધ્યાનમાં રાખવીજોઇએ, તે છે મશીનનું તાપમાન. જો આપ વાળને બહુ ઓછા તાપમાને સ્ટ્રેટ કે કર્લ કરો છો, તો શક્ય છે કે આપને સારા પરિણામ ન મળે, પરંતુ જો આપ મશીનનું તાપમાન બહુ વધારે રાખો છો, તો શક્ય છે આપનાં વાળ ડૅમેજ થઈ જાય. તો સારૂં રહેશે કે આપ મશીનનાં તાપમાનનું નિરંતર ધ્યાન રાખો.

5. ભીના વાળ પર ઉપયોગ કરવો

5. ભીના વાળ પર ઉપયોગ કરવો

મોટાભાગની મહિલાઓ એવું વિચારે છે કે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી સારા પરિણામો મળે છે, પરંતુ આ સાચુ નતી. આપે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ ન કરવું જોઇએ, કારણ કે તેનાથી વાલ તૂટે છે અને ખરે પણ છે. વાળને સ્ટ્રેટ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે વાળ થોડાક ભીના હોય અને સમ્પૂર્ણપણે સૂકાયેલા ન હોય. સામાન્ય રીતે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી માત્ર વાળ ખરતા જ નથી, પરંતુ વાળ નાજુક અને શુષ્ક પણ થઈ જાય છે.

6. કાંસ્કાનો ઉપયોગ ન કરવો

6. કાંસ્કાનો ઉપયોગ ન કરવો

કાંસ્કાનો ઉપયોગ ન કરવો કદાચ સૌથી મોટી ભૂલ છે. જ્યારે વાળને સ્ટ્રેટ કરતા હોવ, ત્યારે ટન ટેલ કોમ્બનો પ્રયોગ કરો અને વાળને સારી રીતે કાંસ્કાથી ઓળી લો. તેલ કોમ્બની સહાયથી વાળને નાના-નાના ભાગોમાં વહેંચો અને પછી સ્ટ્રેટનિંગ કરો. કાંસ્કાનો ઉપયોગ કરવાથી વાળ સારી રીતે વિભાજિત થઈ જાય છે અને તેનાથી વાળ આકર્ષક અને સિલ્કી દેખાય છે.

English summary
We All Commit Take a look at some of the hair straightening mistakes that we often commit.Also make sure not to repeat these hait straightening mistakes again.
Story first published: Monday, April 3, 2017, 9:43 [IST]
X
Desktop Bottom Promotion