જ્યાં વાળ નથી, ત્યાં પણ વાળ ઉગાડશે ડુંગળીનુ જ્યુસ

Subscribe to Boldsky

શું આપનાં વાળ બહુ ખરી રહ્યા છે ? શું આપે બધુ જ અજમાવી લીધું, પરંતુ આમ છતાં કોઈ પણ ફરક નથી પડી રહ્યો ? જો એવું છે, તો આજે અમે આપને ડુંગળીનાં જ્યુસ મૉસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શું આપનાં વાળ બહુ ખરી રહ્યા છે ? શું આપે બધુ જ અજમાવી લીધું, પરંતુ આમ છતાં કોઈ પણ ફરક નથી પડી રહ્યો ? જો એવું છે, તો આજે અમે આપને ડુંગળીનાં જ્યુસ મૉસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ડુંગળીમાં ઘણા પ્રકારનાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જેનાં કારણે ડૅંડ્રફ દૂર થઈ જાય છે અને સાથે જ વાળ બહુ વધારે ઑયલી નથી લાગતા અને બૅક્ટીરિયાને પણ ખતમ કરે છે. આ ઉપરાંત ડુંગળીમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જેનાથી સફેદ વાળ પણ કાળા થવા લાગે છે.

અહીં ડુંગળીનાં કેટલાક ઉપાયો છે કે જે અજમાવવાથી ટાળ પડવાની સમસ્યામાંથી છુટકારો પામી શકાય છે.

સ્ટેપ 1 :

ડુંગળી છોલી લો. તેને સારી રીતે ધોઈ લો અને સમારી લો. હવે તેને બ્લેન્ડરમાં સારી રીતે ક્રશ કરી લો. તેનાં પલ્પને ગળણીથી સારી રીતે ગાળીને મૂકી દો.

સ્ટેપ 2 :

હવે 2 ચમચી નારિયેળ તેલ એક પૅનમાં ગરમ કરો. નારિયેળ તેલમાં લૉરિક એસિડ હોય છે કે જેનાથી નવા વાળો ઉગવામાં મદદ મળેછે.

સ્ટેપ 3 :

હવે તેમાં 1 ચમચી ઑલિવ ઑયલ મેળવો અને બે મિનિટ સુધી ધીમી આંચ પર ગરમ કરો. તે પછી તેને ઠંડુ થવા મૂકી દો. ઑલિવ ઑયલમાં મૉઇશ્ચર હોય છે કે જેનાથી વાળની નમી (ભેજ) જળવાઈ રહે છે.

સ્ટેપ 4

હવે આ હુંફાળા ગરમ તેલમાં ડુંગળીનો રસ મેળવો. સાથે જ તેમાં લિંબુનો રસ મેળવો. તેનાથી ડુંગળીની ગંધ નહીં આવે. લિંબુમાં મોજૂદ વિટામિન સી વાળમાં ચમક લાવે છે અને તેમને ગાઢ બનાવે છે.

સ્ટેપ 5

હવે પોતાનાં વાળને સારી રીતે સુલઝાવી લો કે જેથી તેમાં કોઈ ગાંઠ ન રહી જાય. તેના માટે વાળને બે ભાગોમાં વહેંચી લો અને વાળને સારી રીતે સુલઝાવો કે જેથી વાળ તૂટે નહીં.

સ્ટેપ 6 :

હવે આ મિશ્રણને અપને વાળમાં આંગળીઓની મદદથી સારી રીતે લગાવો અને 5 મિનિટ સુધી ધીમે-ધીમે મસાજ કરો. તેનાથી તેલ વાળના મૂળમાં સારીરીતે એબ્સૉર્બ થઈ જશે.

સ્ટેપ 7 :

આ મૉસ્ક 45 મિનિટ માટે છોડી દો. તે પછી ઑર્ગેનિક શૅમ્પૂથી પોતાનાં વાળ ધુઓ. જો આપનાં વાળ ઑયલી છે, તો કંડીશનરનો પ્રયોગ ન કરો.

સ્ટેપ 8 :

જો આપનાં વાળ ઘુંઘરાળા થઈ ગયા છે, તો તેના માટે નારિયેળ તેલનાં કેટલાક ટીપા પોતાનાં હાથમાં લો અને વાળનાં છેડે લગાવો. વધુ તેલ ન લો, કારણ કે તેનાથી ફરીથી આપનાં વાળ ઑયલી લાગવા લાગશે.

ચેતવણી :

ડુંગળીનો રસ વાળમાં લગાવતા પહેલા તેનું એક પૅચ ટેસ્ટ કરી લો, કારણ કે તેમાં મોજૂદ સલ્ફરથી એલર્જી થવાનો ભય રહે છે.

છેલ્લી વાત :

ઑનિયન જ્યુસ હૅર મૉસ્કનાં ઉપયોગથી આપનાં વાળ ખરતા બંધ થઈ જશે અને સાથે જ ટાળ પણ દૂર થશે. તેના માટે 2 માસ સુધી તેનો નિયમિત રીતે ઉપોગ કરો.

English summary
Fill in the bald spot with this onion juice hair mask. Boost hair growth and prevent breakage with this herbal mask.
Please Wait while comments are loading...