For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરા પર હળદર લગાવતી વખતે કઇ-કઇ ભૂલો કરીએ છીએ આપણે

By Lekhaka
|

હળદર એક એવી વસ્તુ છે જે ના ફક્ત ખાવામાં રંગ અને સ્વાદ વધારવાના કામ આવે છે, પરંતુ ચહેરાની ચમક પણ હળદર વધારે છે. આપણે મોટાભાગે આપણા ફેસ પેકમાં હળદર અને ચણાના લોટનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ અજાણતાં આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જેથી આપણને હળદરના પેસ પેકનો પૂરો ફાયદો મળી શકતો નથી. જો તમે પણ હળદર નાખીને ફેસ પેક બનાવો છો અને તે તમારા પર આસર નથી કરી રહ્યો, તો તમારે જાણવાની જરૂર છે કે તેને લગાવતી વખતે શું ભૂલ કરી રહ્યાં છો.

નીચે કેટલાક અંશ આપ્યા છે, જેનાથી તમને ખબર પડશે કે આપણે હળદર પેક લગાવતી વખતે શું-શું ભૂલો કરીએ છીએ.

mistakes we make when applying turmeric

આપણે બિનજરૂરી સામગ્રી મિક્સ કરીએ છીએ
હળદર પોતાનામાં જ ખૂબ તેજ છે એટલા માટે તમારે તેની સાથે કોઇ અન્ય તેજ વસ્તુ જે ત્વચાને નુકસાન પહોંચાડે, મિક્સ ન કરવી જોઇએ. તમે હળદરની સાથે ગુલાબજળ, દૂધ અથવા પાણી મિક્સ કરી શકો છો.

આપણે તેને ઘણીવાર સુધી ચહેરા પર રાખીએ છીએ
કોઇપણ ફેસ પેકને ચહેરા પર 20 મિનિટથી વધુ ન રાખો. જો હળદરની પેસ્ટને ચહેરા પર વધુ સમય રાખશો તો ચહેરો પીળો પડી જશે અને ચામડીમાં બળતરા પણ થવા લાગશે.

આપણે તેને બરોબર ધોતા નથી
ચહેરા પરથી ફેસ પેકને ખૂણે ખૂણે ન હટાવવો પણ મોટી ભૂલ છે. ફેસ પેક લગાવ્યાના 15 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇને મુલાયમ ટુવાલ વડે સાફ કરવો જોઇએ.

પેસ્ટ પર આડુઅવળું લગાવીએ છીએ
મોટાભાગે આપણે પેસ્ટને ક્યાંક વધુ અને ક્યાંક ઓછી લગાવીએ છીએ.

ગળા પર પેસ્ટ લગાવવાનું ભૂલી જઇએ છીએ
મોટાભાગે છોકરીઓ ફેસ પેકને ચહેરા પર તો સારી રીતે લગાવી લે છે પરંતુ તેને ગરદન પર લગાવવી જરૂરી સમજતી નથી. તેનાથી તમારા ચહેરો તો ગોરો લાગશે પરંતુ ગરદન કાળી જ રહી જશે.

પેક ધોયા બાદ સાબુનો ઉપયોગ કરીએ છીએ
પેક ધોયા બાદ મોટાભાગે લોકો સાબુ વડે ચહેરો ધોવે છે, જે એક મોટી ભૂલ છે.

English summary
Turmeric is one of the best ingredients you can apply on your skin. Here are some of the mistakes we all make while applying turmeric on skin.
Story first published: Thursday, November 10, 2016, 11:45 [IST]
X
Desktop Bottom Promotion