વાળને લાંબા અને ઘટ્ટ બનાવે ટી ટ્રી ઑયલ

Subscribe to Boldsky

ટી ટ્રી ઑયલ અને રોઝમૅરી ઑયલને સાથે મેળવી લગાવવાથી વાળ લાંબા અને ઘટ્ટ થાય છે. આ બંનેનું મિશ્રણ આપનાં વાળનાં મૂળમાં લગાવો અને 5-10 મિનિટ સુધી સારી રીતે માલિશ કરો.

આજે અમે આપને કેટલાક એવાં પ્રાકૃતિક તેલો વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપનાં વાળ લાંબા તેમજ ઘટ્ટ થઈ જશે. આજે બોલ્ડસ્કાયે કેટલાક એવા જ તેલોની યાદી બનાવી છે.

આ સાથે એક વાત બીજી ધ્યાનમાં રાખો કે જરૂરી નથી કે આ તેલ આપનાં વાળને અનુકૂળ હોય. તેથી એ જરૂરી છે કે તેનો ઉપયોગ કરતા પહેલા આપ તેને ચકાસી લો.

1. ટી ટ્રી ઑયલ સાથે રોઝમૅરી તેલ

ટી ટ્રી ઑયલ અને રોઝમૅરી ઑયલ સાથે મેળવી લગાવવાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે. આ બંનેનું મિશ્રણ આપનાં વાળનાં મૂળમાં લગાવો અને 5-10 મિનિટ સુધી સારી રીતે માલિશ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તે પછી શૅમ્પૂથી વાળ ધોઈ નાંખો.

2. ટી ટ્રી ઑયલ સાથે એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને લાંબા કરવામાં મદદ કરે છે. ટી ટ્રી ઑયલ અને એપલ સાઇડર વિનેગર બંનેને સારી રીતે મેળવો અને વાળનાં મૂળમાં લગાવો. તેને વાળમાં સારી રીતે માલિશ કરો કે જેથી તેલ વાળમાં સમાઈ જાય. થોડીક વાર થોભ્યા બાદ તેને શૅમ્પૂથી ધોઈ લો.

3. ટી ટ્રી ઑયલ સાથે ઑલિવ ઑયલ અને ઇંડા લગાવો

ટી ટ્રી ઑયલ, ઑલિવ ઑયલ અને ઇંડા ત્રણે શુષ્ક અને ખરતા વાળને સાજા કરી વાળને લાંબા કરવામાં મદદ કરે છે. આ ત્રણેયને સારી રીતે મેળવી એક મિશ્રણ તૈયાર કરો. તેને પોતાનાં વાળમાં એક કલાક સુધી લગાવી રાખો અને પછી ધોઈ નાંખો.

4. ટી ટ્રી ઑયલ સાથે નારિયેળનું દૂધ

ટી ટ્રી ઑયલને સામાન્યત રીતે નારિયેળનાં દૂધ સાથે મેળવી વાળની ઘણી બધી મુશ્કેલીઓને સાજી કરી શકાય છે. તેનાથી વાળ તુટવાનું ઓછું થાય છે અને વાળ ઘટ્ટ પણ બને છે. તેના માટે 1 ચમચી ટી ટ્રી ઑયલ લો. તેને 2 ચમચી નારિયેળ દૂધમાં મેળવો. હવે તેને વાળનાં મૂળમાં 15-20 મિનિટ સુધી માલિશ કરો. થોડીક વાર માટે છોડી દો. પછી સારી રીતે શૅમ્પૂથી ધોઈ લો.

5. ટી ટ્રી ઑયલ સાથે એરંડિયુ તેલ

આ બંને તેલ પોતાનાં લાભકારક ગુણો માટે જાણીતા છે. તેમના ઉપયોગથી વાળનું તુટવાનું અટકી જાય છે. સાથે જ નવા વાળ આવવા લાગે છે. આ બંને તેલને સરખા પ્રમાણમાં મેળવો અને પોતાનાં વાળમાં સારી રીતે માલિશ કરો. તે પછી શૅમ્પૂથી ધોઈ લો.

6. નારિયેળ તેલ સાથે ટી ટ્રી ઑયલ

નારિયેળ તેલ અને ટી ટ્રી ઑયલમાં ઘણા બધા ફાયદા હોય છે કે જેથી તે સમગ્ર દુનિયામાં મહિલાઓનો મનપસંદ ઉપાય છે. તેના માટે 1 ચમચી નારિયેળ તેલ અને ટી ટ્રી ઑયલનાં કેટલાક ટીપાં મેળવો. તેને પોતાનાં વાળના મૂળમાં સારી રીતે લગાવો. હવે તેને શૅમ્પૂથી ધોઈ લો.

7. ટી ટ્રી ઑયલ અને વિટામિન ઈ ઑયલ

ટી ટ્રી ઑયલની જેમ વિટામિન ઈ ઑયલ પણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તેના માટે વિટામિન ઈની 2 ગોળીઓ ટી ટ્રી ઑયલમાં મેળવો. હવે તેને પોતાનાં વાળનાં મૂળમાં ધીમે-ધીમે 15-20 મિનિટ સુધી માલિશ કરો. માલિશ બાદ એક કલાક માટે છોડી દો અને પછી પાણીથી ધોઈ નાંખો.

English summary
Here are the different tea tree oil recipes that you could try for hair growth. What are you waiting for?
Please Wait while comments are loading...