આદુના તેલથી વાળની બનાવો હેલ્દી અને ચમકદાર

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

તમે તેલના રૂપમાં આદુના ઉપયોગ વિશે જરૂરથી સાંભળ્યું હશે. અમે તમને બતાવીશું કે આદુ કેવી રીતે તમારા વાળ માટે ઉપયોગી છે. દરેક મહિલાને લાંબા અને મજબૂત વાળ સારા લાગે છે. તમે મોટાભાગે સૌંદર્ય સમસ્યાઓ માટે સરળ ઘરગથ્થું ઉપચારની શોધમાં રહીએ છીએ.

વાળની વૃદ્ધિ માટે આદુનો ઉપયોગ એક સરળ અને સસ્તો ઉપાય છે. તો વાળ માટે આદુનો ઉપયોગ કરો અને તેના અદ્ભૂત પરિણામ જોવો.

૧. હેર ફોલ:

તમે આદુનો ટુકડો કે આદુની એક ગાંઠ તમારા માથાની ત્વચા પર ઘસો. તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. માથાની ત્વચા પર ૧૦-૧૫ મિનીટ સુધી આદુનો રસ લગાવીને રાખો અને પછી તમારા નિયમિત શેમ્પૂથી વાળને ધોઈને કંડીશનર કરી લો.

૨. ડૈંડ્રફ:

આદુના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માથાની ત્વચામાં સીબમના ઉત્પાદનને રોકે છે અને માથાની ત્વચાને ડૈંડ્રફ જેવા સંક્રમણોથી બચાવે છે.

૩. માથાની ત્વચા પર આવનાર કટ્સ

ક્યારેક ક્યારેક ડૈંડ્રફના કારણે તમે વધુ પ્રમાણમાં માથામાં ખંજવાળો છો જેના કારણે કટ્સ અને માથાની ત્વચામાં ખીલની સમસ્યા થઈ જાય છે. આદુમાં એન્ટીઈફ્લેમેટરી ગુણ હોય છે જે કટ્સ અને ખીલને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.

૪. વાળમાં ચમક:

આદુના રસમાં ઓલિવ ઓઈલ મેળવીને વાળમાં લગાવો. તેને એક કલાક માટે કે આખીરાત લગાવીને રાખો. તેનાથી તમારા વાળ ચમકદાર થઈ જશે.

૫. શુષ્ક વાળ:

શુષ્ક વાળ માટે આદુના રસમાં આર્ગન ઓઈલ મેળવો. તેને વાળમાં લગાવીને એક કલાક માટે રાખો અને ત્યાર પછી શેમ્પૂ અને કંડીશનરથી વાળ ધોઈ લો. આર્ગન ઓઈલ શુષ્ક અને ડેમેજ વાળને પોષણ મળે છે.

English summary
Ginger has many health benefits. Here is how you can use it for your hair.
Please Wait while comments are loading...