આખી રાત કે માત્ર 1 કલાક, જાણો કેટલી વાર સુધી તેલ લગાવી રાખવું જોઇએ.

Subscribe to Boldsky

વાળમાં કેટલી વાર માટે તેલ મૂકવું જોઇએ ? આખી રાત કે માત્ર એક કલાક ? શું આ સાચુ છે કે વાલમાં જેટલા વધુ સમય સુધી તેલ લાગેલુ રહેશે તો વાળ માટે એટલું જ શ્રેષ્ઠ છે ?

અમે કોશિશ કરી આ સવાલોનાં જવાબ શોધવાની અને હવે આપ પણ આ સવાલનો જવાબ જાણી લો. તેલનું કામ હોય છે વાળની ત્વચાની અંદર જઈ વાળના મૂળને મજબૂત કરવું, વાળને ઉતરતા રોકવું અને વાળની વૃદ્ધિ કરવી.

હવે આપે આપના વાળમાં તેલ કેટલી વાર રાખવું જોઇએ; આ વાત નિર્ભર કરે છે કે આપનાં વાળ કેવા છે ? જો આપના વાળ સ્વસ્થ છે કે જેમનાં મૂળનું pH બરાબર છે, તો વાળમાં માત્ર એક કલાક માટે તેલ લગાવી રાખવું કાફી છે.

પરંતુ જો આપનાં વાળ બહુ સૂકા, તુટેલા અને બેજાન છે, તો આપે શ્રેષ્ઠ કંડીશનિંગની જરૂર પડશે કે જેનો મતલબ છે કે વાળમાં તેલ આખી રાત છોડવું જોઇએ.

આ સાથે જ આપ બંને પ્રકારની તેલ લગાવવાની વિધિને સાપ્તાહિક રીતે બદલી પણ શકો છો. એ જાણીને આપને આશ્ચર્ય થશે કે મોટાભાગનાં લોકો બાળપણથી વાળમાં તેલ લગાવવાની ખોટી રીતનો પ્રયોગ કરી રહ્યાં છે.

આપનાં વાળને સુંદર, ચમકદાર અને સ્વસ્થ બનાવવા માટે અમે આપના માટે લાવ્યા છીએ વાળમાં તેલ લગાવવાની ક્રમબદ્ધ રીત.

પ્રથમ તબક્કો :

પહોળા દાંતા વાળા કાંસ્કાનો પ્રયોગ કરી વાળની ગુંચવણ ઉકેલો.

બીજો તબક્કો :

પોતાની પસંદગીનું કોઈ પણ તેલ લો અને તેને ધીમી આંચ પર બે મિનિટ સુધી હુંફાળું ગરમ કરી લો. પછી તેને ઠંડુ થવા દો.

ત્રીજો તબક્કો :

માથાની ત્વચા પર સીધું તેલ પાડવાથી બચો, કારણ કે એવું કરવાથી વાળ વધુ ચિપચિપા થઈ જાય છે અને આપે વધુ શૅમ્પૂનો ઉપયોગ કરવો પડશે.

ચોથો તબક્કો :

હવે પોતાનાં વાળને નાના-નાના ભાગોમાં વહેંચી લો અને હુંફાળા તેલને પોતાની આંગળીઓથી ધીમે-ધીમે વાળનાં મૂળ પર લગાવો.

પાંચમો તબક્કો :

પોતાની હથેલીથી માથા પર તેલ ન લગાવો. તેનાથી વાળ મૂળમાંથી તુટી જાય છે. તેના સ્થાને પોતાની આંગળીઓથી ધીમે-ધીમે ગોળાકાર બનાવતા માથા પર મસાજ કરો. આ 10થી 1 મિનિટ સુધી દોહરાવો.

છઠ્ઠો તબક્કો :

જો આપ ઇચ્છો છો કે તેલ માથાની અંદર સુધી સારી રીતે ઉતરી જાય, તો આપના વાળના મૂળને વાષ્પ આપો. એક મોટી તુવાલને ગરમ પાણીમાં પલાડો, નિચોડીને વધારાનું પાણી કાઢી દો અને આ તુવાલમાં પોતાના વાળને લપેટી લો.

સાતમો તબક્કો :

ધ્યાન રાખો કે વાળમાં તેલ લગાવી તેમને બહુ વાર માટે ન છોડી દો. એવું કરવાથી વાળ પર ધૂળ, માટી અને ગંદગી ચોંટી જાય છે અને તેનાથી ડૅંડ્રફનો ખતરો હોય છે. તેલ લાગેલા વાળને ક્યારેય 12 કલાકથી વધુ ન છોડો.

English summary
Wondering how long you should leave oil on your hair? Find the answers here.
Please Wait while comments are loading...