For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટાલિયા થઇ રહ્યા છો તો માથામાં લગાવો આ હેયર માસ્ક

By Karnal Hetalbahen
|

આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોના માથાના વાળ ઉતરવાનું શરૂ થઈ જાય છે. જો માથાના વાળ ઉતરે તો તમે ઘરે બનાવેલા હેયર માસ્ક ટ્રાઈ કરો. તેનાથી તમને ઘણો ફરક જોવા મળશે. ખરાબ આહાર અને વાળને સારું પોષણ ના મળવાના કારણે માથાના વાળ ઉતરવાનું શરૂ થઇ જાય છે અને ટાલિયાપણું તરત દેખાઈ આવે છે.

જો તમારા વાળ સતત ઉતરતા જ જતા હોય તો આજથી જ માથામાં હેયર માસ્ક બનાવીને લગાવવાનું શરૂ કરી દો. તમારી આ સમસ્યા થોડાક જ દિવસોમાં કંટ્રોલમાં આવી જશે. આવો જાણીએ કેવી રીતે આ હેયર માસ્કને બનાવવામાં આવે છે અને કેવી રીતે લગાવી શકાય છે.

ઈંડા અને ગ્રીન ટી

ઈંડા અને ગ્રીન ટી

૧ ઈંડાનો પીળો ભાગ અને ૨ ચમચી ગ્રીન ટી લો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથામાં ૩૦ મિનીટ સુધી લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વાર લગાવો.

હેયર ઓઈલ અને વિટામીન ઈ

હેયર ઓઈલ અને વિટામીન ઈ

નારિયેળ તેલ, બાદામ, જૈતૂન તેલ અને જોજોબા તેલને મિક્સ કરો અને તેમાં વિટામીન ઈ ની કેપ્સૂલ મિક્સ કરો. તેનાથી માથામાં ૧૦ મિનીટ સુધી મસાજ કરો. આખી રાત તેને એમ જ રહેવા દો અને સવારે માથું ધોઈ લો. આવું થોડા થોડા દિવસોના અંતરે કરતા રહો.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

ડુંગળીને ઘસીને તેનો રસ નીકાળી લો. પછી તેને માથામાં સારી રીતે લગાવો. તેને અઠવાડિયામાં બે વાર લગાવો.

કેળા અને મધ

કેળા અને મધ

પાકેલાં કેળા લો, તેમાં મધ મિક્સ કરો. આ પેસ્ટને આખા માથામાં લગાવો. ૧૫ મિનિટ પછી માથાને હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો.

દહી અને વિનેગર

દહી અને વિનેગર

૧ કપ દહીંમાં થોડું વિનેગર અને મધના થોડાં ટીપાં નાખો. મિક્સ કરીને માથામાં ૧૫ મિનિટ માટે લગાવો. આ મિશ્રણ વાળને મુલાયમ અને ચમકદાર બનાવશે.

એવાકાડો માસ્ક

એવાકાડો માસ્ક

પાકેલું એવાકાડો લો, તેમાં અડધો કપ દૂધ એન ૧ ચમચી જૈતૂન તેલ અને બદામનું તેલ મિક્સ કરો. આ પેસ્ટને માથામાં ૧૫ મિનીટ સુધી લગાવી રાખો. પછી ઠંડા પાણી થી ધોઈ લો.

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરી, નારિયેળ તેલ અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા અને વાળમાં સારી રીતે લગાવો. પછી ૨૦ મિનીટ બાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો.

કડી પત્તા અને નારીયેળ તેલ

કડી પત્તા અને નારીયેળ તેલ

નારિયેળ તેલમાં કડી પત્તાને ઉકાળી લો. પછી તેને થોડું ઠંડુ કરીને માથામાં લગાવો. ૨૦ મિનીટ પછી માથાને ધોઈ લો. આવું અઠવાડિમાં બે વખત કરો.

હની માસ્ક

હની માસ્ક

૧ ચમચી મધ, ૧ ચમચી કૈસ્ટર ઓઈલ, ૧ ચમચી ઈંડાનો પીળો ભાગ વિટામીન એ અને વિટામીન ઈ ની કેપ્સૂલ લઈને મિક્સ કરો. પછી તેને માથામાં લગાવો. ૧ કલાક પછી માથાને શેમ્પૂથી ધોઈ લો.

ઓટમીલ હેયર માસ્ક

ઓટમીલ હેયર માસ્ક

ઓટ્સને મિક્સરમાં પીસી લો. પછી તેમાં ૧ કપ દૂધ મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ૨૦ મિનીટ સુધી માથામાં લગાવીને રાખ્યા પછી તેને હળવા શેમ્પુથી ધોઈ લો.

English summary
Use homemade masks for hair loss as they are simple and inexpensive. Depending upon the type of your hair, choose some homemade masks for hair.
Story first published: Friday, January 20, 2017, 10:05 [IST]
X
Desktop Bottom Promotion