For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ગર્ભાવસ્થા પછી કરીનાએ કેવી રીતે કરી પોતાના વાળની સંભાળ

By KARNAL HETALBAHEN
|

કરીના કપૂરની પ્રેગ્નેન્સી સૌથી વધુ મુખ્ય સમાચાર મેળવવાની પ્રેગ્નેન્સી બની રહી છે. પ્રેગ્નેન્સી દરમ્યાન પણ કરીના ખૂબ એક્ટિવ જોવા મળી અને તેને દરેક ફંકશનમાં જોરશોરથી ભાગ લીધો. પરંતુ, કેટલાક સમય પહેલા સુધી કરીનાએ પોતાની બ્યુટી સિક્રેટને લોકો સાથે શેર નહોતી કરી કે આટલા ઓછા સમયમાં તેને પોતાનો વજન કઇ રીતે ઓછો કર્યો અને તેમની ત્વચા આટલી જવાન કેવી રીતે દેખાય છે.

તાજેતરમાં જ કરીનાએ પોતાની ડાયેટિશીયન રુજુતા દિવાકર સાથે એફબી પર લાઈવ વિડીયો પોતાના દર્શકો માટે રજૂ કર્યો જેમાં તેમને જણાવ્યું કે તેમને પોતાની પ્રેગ્નેન્સી દરમ્યાન કેવી રીતે પોતાનું ધ્યાન રાખ્યું અને પ્રસવ પછી પોતાના શરીરને શેપમાં લાવવા માટે શું-શું ખાસ કરી રહી છે અને શું ખાઇ રહી છે.

Pregnant Kareena Kapoor

મોટાભાગની નવી માતાઓની સમસ્યા હોય છે કે પ્રસવ પછી તેમના વાળ ખૂબ જ ઉતરવા લાગે છે અને એવામાં તે એવું શું કરે, તે તેમને સમજમાં નથી આવતું. તેના વિશે કરીનાએ જણાવ્યું કે વાળ ઉતરવાથી બચવા માટે યોગ્ય ખોરાક લે છે અને એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે જેનાથી તેના વાળ મજબૂત બની રહે છે.

સાથે જ તેમની ડાયેટિશિયનને પણ આ વિશે કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જણાવ્યું કે તેનું સેવન કરવાથી લાભ પ્રાપ્ત થશે. જાણો કે કરીનાએ ગર્ભાવસ્થા દરમ્યાન શું-શુ; ખાધું હતું જેનાથી તેમના વાળ મુલાયમ અને મજબૂત બન્યા. તમે પણ તેને ખાઈ શકો છો જો તમે માં બનનાર હોય કે તાજેતરમાં જ માં બની હોય.

વાતચીત દરમ્યાન એ વાત સામે આવી કે કેટલાક લોકો ચોખાને ખાવાનું ટાળે છે કેમકે તેનાથી વજન વધી જાય છે. પરંતુ ચોખામાં એવા પોષક તત્વ હોય છે જેનાથી વાળ ખૂબ જ સારા થાય છે.

નારિયેળમાં સંતૃપ્ત ચરબી હોય છે જે કે શરીરને વધારે નુકશાન પહોંચાડતી નથી અને સાથે જ વાળને પણ સ્વસ્થ રાખે છે. જો તેને નિયમિત રીતે ગર્ભાવસ્થા દરમ્યાન અને ત્યાર પછી પણ વાળમાં લગાવવામાં આવે કે ભોજનને બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો માથાની ત્વચામાં નમી બની રહે છે અને ખોડો વગેરે પણ થતા નથી.

તમે જોઈ શકો છો કે કેરળમાં મહિલાઓના વાળ હમેંશા ખૂબ સુંદર રહે છે કેમકે તે ખાવાથી લઈને શરીરની જાણવણીમાં પણ તે નારિયેળના તેલનો ઉપયોગ કરે છે.

એક દિવસમાં મુઠ્ઠી ભરીને કાજુ ખાવાથી વાળનું ઉતરવું રોકી શકાય છે. કેમકે તેમાં આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે કે વાળને પર્યાપ્ત પોષણ પ્રદાન કરે છે અને વાળને મજબૂત બની જાય છે.

ગર્ભાવસ્થા પછી તલનું સેવન પણ ખૂબ ફાયદો કરે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી વાળ સુંદર અને સ્વસ્થ થઇ જાય છે. તલનું સેવન લાડું કે પટ્ટીની રીતે પણ કરી શકાય છે.

જો તમે આ બધા ફૂડને પોતાના ડાયેટમાં શામેલ કરશો તો તમારા વાળ પ્રસવ પછી પણ સ્વસ્થ અને મજબૂત બની રહેશે. તેના ઉપરાંત રુઝુતાએ એ પણ કહ્યું છે કે દરેક અઠવાડિયે વાળને યોગ્ય રીતે મસાજ કરવા પણ ખૂબ જ જરૂરી હોય છે.

English summary
While Kareena firmly keeps her beauty secrets under wraps, in a Facebook live chat with her dietician Rujuta Diwekar, Kareena discussed at length about what she did during her pregnancy and what she is doing after pregnancy to look her best.
Story first published: Wednesday, March 8, 2017, 10:00 [IST]
X
Desktop Bottom Promotion