For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ફેસ માસ્કને લગાવીને કોઈપણ દેખાશે ૧૦ વર્ષ યુવાન

By KARNAL HETALBAHEN
|

મહિલાઓને પોતાની ઉંમર ઓછી બતાવવી ખૂબ જ પસંદ હોય છે. ઉંમર વધવાનો સંકેત સૌથી પહેલા ત્વચા પર જોવા મળે છે. ત્વચા પર કરચલીઓ અને દાગ જેવા એન્જિગ સાફ દેખાઈ આવે છે. પરંતુ તમે આજથી જ તમારા ચહેરા પર નીચે જણાવેલા પેક લગાવવાના શરૂ કરી દેશો તો તમારા ચહેરાથી તમારી ઉંમરનો અંદાજ આવી શકશે નહી.

આ ઘરગથ્થું ફેસ માસ્ક કેમિકલ ફ્રી અને ઘાતક સામગ્રિઓથી મુક્ત છે. તેને લગાવવાથી તમારી સ્કિનને પ્રાકૃતિક પ્રોટીન, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટસ મળશે, જેનાથી તમારી ત્વચા બિલ્કુલ યંગ દેખાશે. આવો જાણીએ ૧૦ વર્ષ યંગ દેખાવા માટે કયો ફેસ માસ્ક છે સૌથી બેસ્ટ અને તેને બનાવવાની સરળ રીત.

દાડમનો માસ્ક

દાડમનો માસ્ક

તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે ત્વચાના દાગ ધબ્બા સાફ થાય છે અને ત્વચામાં ચમક આવે છે. પેક બનાવવા માટે ૩ ચમચી દાડમના દાણા લો અને તેમાં ૨ ચમચી બનાવેલું ઓટ્સ નાંખો અને ૨ ચમચી દૂધ મિક્સ કરો. તે બધી વસ્તુઓને પીસી લો અને પછી ચહેરા પર લગાવો. થોડા સમય પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

ઓટમીલ અને મધ

ઓટમીલ અને મધ

આ બન્ને વસ્તુઓને ચહેરા પર લગાવો અને ૩૦ મિનીટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરાની ડેડ સ્કીન નીકળી જશે. તે સ્કીનમાં કોલેજેન પણ બનાવે છે જેનાથી સ્કીન યંગ દેખાય છે. આ રીતને અઠવાડિયામાં ૫ વખત કરો, ત્યારે જ ફર્ક દેખાશે.

કેળાનો માસ્ક

કેળાનો માસ્ક

એક એક એન્ટી એજિંગ માસ્ક છે, જેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન હોય છે, જેનાથી ત્વચા બિલ્કુલ યંગ બની જાય છે. અડધું કેળું લો અને મસળીને તેમાં ૧ ચમચી મધ અને તાજી ક્રીમ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ૩૦ મિનીટ પછી ચહેરાને ઠંડા પાણીથ ધોઈ લો.

પપૈયું અને દહી

પપૈયું અને દહી

પપૈયાં અને દહીથી ટેનિંગ દૂર થાય છે. સાથે જ ચહેરા પર ગ્લો આવે છે. થોડાં પપૈયાંને મસળી લો અને તેમાં થોડું દહી અને એક ચપટી હળદર મેળવીને પેસ્ટ બનાવો. પછી તેને ચહેરા પર લગાવો. તેને સૂકાવા દો અને પછી ચહેરાને ધોઈ લો.

નારિયેળ દૂધ

નારિયેળ દૂધ

તેમાં વધારે માત્રામાં વિટામીન અને પ્રોટીન હોય છે જે કે સ્કીન માટે ઘણા હેલ્દી માનવામાં આવે છે. તેનાથી તમારી સ્કીન હંમેશા કોમળ રહેશે. પેક બનાવવા માટે નારિયેળના દૂધમાં ૧ ચમચી લીંબુ, ૧ ચમચી મધ અને ૧ ચમચી ગ્લીસરીન મેળવો. તેને મિક્સ કરો અને મોંઢા પર પેક લગાવો.

સ્ટ્રોબેરી ફેસ માસ્ક

સ્ટ્રોબેરી ફેસ માસ્ક

મુઠ્ઠી ભરીને સ્ટ્રોબેરી લો અને તેમાં થોડું દહી મેળવો. પછી ૧ ચમચી લીંબુ નાંખીને મિક્સ કરો.તેને એક્ને વાળી જગ્યા પર લગાવો અને થોડીવાર મસાજ કરો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.

English summary
If you dream of looking 10 years younger and having flawless skin, here are a few simple homemade face masks you could try.
Story first published: Monday, March 20, 2017, 10:11 [IST]
X
Desktop Bottom Promotion