For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિલ્કી વાળ જોઈએ તો ઘરે બનાવો જાસૂદનો હેર માસ્ક

By KARNAL HETALBAHEN
|

ખોડો, વાળનું તૈલીય હોવું, ધૂળ પડવી અને પ્રદૂષણમાં રહેવાથી વાળની દુર્ગતિ થઈ જાય છે અને તે ખૂબ વધારે ખરાબ થઈ જાય છે.

આજકાલ આ રીતની સમસ્યા દરેક મહિલાઓએ ઝેલવી પડે છે. પુરુષો માટે ટાલિયાપણું આ સમયની ગંભીર સમસ્યા છે. યુવા અવસ્થામાં જ પુરુષોના વાળ ઉતરવા લાગે છે અને એવું તેમના દ્વારા ઘણા રીતના પ્રોડક્ટનો રેગ્યુલર ઉપયોગ કરવાના કારણે થાય છે.

તેના માટે માર્કેટમાં ઘણા બધા ઉત્પાદ આવે છે જે દાવો કરે છે કે વાળ ઉતરવાના બંધ થઈ જશે વગેરે, પરંતુ ખરેખર તેમાં પણ કેમિકલ મિક્સ હોય છે, એવામાં તે વાળને એટલા યોગ્ય નહી કરી શકે જેટલા તમારે કરવા છે.

એટલે, ઘરગથ્થું ઉપાયો કે દાદીમાંના નુસખાની મદદ લો. આ જ સૌથી સારો ઉપાય છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી અને તે પૂરી રીતે કેમિકલ વગરના હોય છે.

બોલ્ડસ્કાઈના આ આર્ટિકલમાં આજે અમે તમને જાસૂદથી બનનાર કેટલાક હેર માસ્કને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત જણાવા જઈ રહ્યા છીએ, આશા છે કે તમને આ પસંદ આવશે અને તમે તેને ટ્રાય કરશો.

૧. જાસૂદનું ફૂલ અને દહી:

૧. જાસૂદનું ફૂલ અને દહી:

સૌથી પહેલાં તાજા જાસૂદના ફૂલોને એકઠા કરી લો અને ઈચ્છો તો બે-ચાર પત્તાં પણ લઈ લો. તેને દહીની સાથે નાંખીને મિક્સીમાં એક પેસ્ટ બનાવી લો. સ્મૂથ પેસ્ટ બની ગયા પછી તેને વાળમાં લગાવો અને એક કલાક પછી વાળ ધોઈ લો.

૨. જાસૂદ અને મહેંદીના પાન:

૨. જાસૂદ અને મહેંદીના પાન:

જસુદના ફૂલ, પાન અને મેંહદીના પાનની સાથે 2:2 ના રેશિયામાં મેળવીને પીસી લો અને પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા વાળમાં ૧ કલાક સુધી લગાવીને રાખો. પછી વાળ ધોઈ લો. આ પેકથી શુષ્ક વાળ ઠીક થઇ જાય છે.

૩. જાસૂદ અને મેથીના દાણા:

૩. જાસૂદ અને મેથીના દાણા:

મેથીના દાણાના ગુણોવિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ તેને તમે પલાળીને રાખી દો અને તેના પછી જાસૂદના પાન, ના કે ફૂલ, ની સાથે પીસીને વાળમાં લગાવો તેનાથી ખોડો દૂર થઈ જશે. જો ઘરમાં છાશ હોય તો તમે તેને આ મિશ્રણમાં મેળવીને લગાવી શકો છો તેનાથી વાળને પૂરું પોષણ મળી રહે છે.

૪. જાસૂદ અને આમળા માસ્ક:

૪. જાસૂદ અને આમળા માસ્ક:

આંમળાના અચૂક ગુણોને દરેક વ્યક્તિ જાણે છે પરંતુ તેનું જાસૂદની સાથે કોમ્બો લાજવાબ છે. આંમળા અને જાસૂદના પાન અને ફૂલને એક સાથે પીસીને લગાવવાથી વાળમાં ચમક, નમી આવી જાય છે. બસ તેને તમારે ૪૦ મિનીટ જ વાળ પર લાગવીને રાખવાનું હોય છે.

૫. જાસૂદ અને કોકોનેટ મિલ્ક:

૫. જાસૂદ અને કોકોનેટ મિલ્ક:

જો તમારા વાળ ખૂબ શુષ્ક છે તો જાસૂદના ફૂલ, નારિયેળ તેલ, એલોવેરા જેલ, દહીને મેળવીને પીસી લો અને તેમાં મધ પણ નાંખો. આ લેપને વાળ પર ૪૦ મિનીટ સુધી લગાવો અને તેના પછી હળવા ગરમપાણીથી ધોઇ લો.

૬. જાસૂદ અને આદું:

૬. જાસૂદ અને આદું:

જાસૂદના ફુલમાં આદુનો રસ નીકાળીને મિક્સ કરોઅને તેને સામાન્ય વાટી લો. તેને તમારા વાળની ત્વચા પર લગાવો. તેને ૨૦ મિનીટ માટે લગાવીને રાખો. પછી વાળ ધોઈ લો. આ લેપનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરો.

English summary
Read this article to know about the different hibiscus hair masks for silky and smooth hair.
Story first published: Wednesday, April 19, 2017, 9:25 [IST]
X
Desktop Bottom Promotion