પસથી ભરેલી ખીલો તરત સાજી કરે લવિંગનું ફેસ મૉસ્ક

Subscribe to Boldsky

જોકે આ પહેલી વખત છે કે જ્યારે અમે ખીલનાં ઉપાર માટે ક્લોવ ઑયલના ઉપયોગ અંગે સાંભળ્યુ છે. તે માત્ર ખીલ જ દૂર નથી કરતું, પણ તેનું નિશાન પણ નથી પડતું.

શું આપનાં ચહેરા પર કાયમ પસથી ભરેલી ખીલ રહે છે ? શું આપની ખીલ વાળી ત્વચા પર કોઈ પણ પ્રોડક્ટની અસર નથી થઈ ?

તો હવે એ સમય છે કે જ્યારે આપે ક્લોવ ફેસ મૉસ્કનો ઉપયોગ કરવો જોઇે. આપણે અગણિત હર્બલ ઉત્પાદનો જોયાં છે કે જેની ખીલ પર ઓછી કે થોડીક વધુ અસર થઈ છે.

જોકે આ પહેલી વખત છે કે જ્યારે અમે ખીલનાં ઉપચાર માટે ક્લોવ ઑયલનાં ઉપયોગ વિશે સાંભળ્યુ છે. તે માત્ર ખીલ જ દૂર નથી કરતું, પણ તેનાં નિશાન પણ નથી પડવા દેતું. તો તેની પ્રામાણિકતા જાણવા માટે અમે પોતે પરીક્ષણ કર્યું અને જુઓ અમને શું જાણવા મળ્યું ?

લવિંગમાં એન્ટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે તેને એક સ્ટ્રૉંગ ક્લીન્ઝર બનાવે છે. તે રોમ છિદ્રોને સાફ કરે છે, ચેપ પેદા કરતા બૅક્ટીરિયા મારે છે અને તેને આગળ ફેલાતા રોકે છે. આ ક્લોવ ફેસ મૉસ્ક એક કેમિકલ પીલની જેમ કામ કરે છે. તે મૃત ત્વચા દૂર કરે છે, ડાઘાઓને હળવા કરે છે અને ત્વચાને સાફ તથા સ્વસ્થ બનાવે છે.

તબક્કો 1 :

અડધા સફરજનને છોલો, કાપો અને વાટી લો. સફરજનનું એક સરખું પેસ્ટ બનાવો. સફરજનમાં ફાયબર બહુ વધુ પ્રમાણમાં હોય છે કે જે ત્વચાની નમીને સાચવે છે અને ત્વચાનાં રોમ છિદ્રોમાંથી ભેજ નિકળવા નથી દેતું.

તબક્કો 2 :

તે પછી 1 કપ પાણી ઉકાળો. તેમાં એક ટેબલ સ્પૂન ગ્રીન ટીનાં પાંદડા નાંખો અને તેને 15 મિનિટ સુધી ઉકળવા દો. તે પછી ગૅસ બંધ કરી દો અને ચા ઠંડી થવા દો. ગ્રીન ટીમાં એન્ટી-ઑક્સીડંટ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

તબક્કો 3 :

એક વાટકી લો. તેમાં એક ટી-સ્પૂન સફરજનનું પેસ્ટ તથા સરખા પ્રમાણમાં ગ્રીન ટી મેળવો. ફોર્કની મદદથી તેને સારી રીતે મેળવી લો કે જેથી સારૂં પેસ્ટ બની જાય. તેમાં એક ટીપું ક્લોવ ઑયલ (લવિંગનું તેલ) મેળવો.

તબક્કો 4 :

આપ એક્ને ફેસ મૉસ્કમાં ઑર્ગેનિક મધ પણ મેળવી શકો છે. મધમાં વિટામિન સી અને એમિનો એસિડ્સ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે ત્વચાને તરોતાજા બનાવે છે તથા તેને પોષણ અને ઉષ્મા પ્રદાન કરે છે.

તબક્કો 5 :

સ્વચ્છ પાણીથી ચહેરો ધુઓ કે જેથી જામેલી ધૂળ વગેરે નિકળી જાય. જો આપે મેક-અપ કરેલું હોય, તો હળવા ફેસ વૉશથી મેક-અપને સાફ કરો. ચહેરાને થપથપાવી સુકાવો.

તબક્કો 6 :

આ મૉસ્કનું પાતળુ પડ પોતાનાં ચહેરા અને ગળા પર લગાવો. મોઢા અને આંખોની આજુબાજુ ન લગાવો. તેને 15થી 20 મિનિટ સુદી સુકાવા દો.

તબક્કો 7 :

જ્યારે મૉસ્ક સમ્પૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે થોડુંક પાણી છાંટો અને જ્યારે મૉસ્ક થોડુક ભીનું થઈ જાય, તો આંગળીઓને ગોળાકાર દિશામાં ઘુમાવી રગડો. આવું 2 મિનિટ સુધી કરો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. તે પછી ચહેરાને ઠંડા પાણીથી ધુઓ.

તબક્કો 8 :

જૂના ટી-શર્ટમાં ચહેરાને થપથપાવીને સુકવો. તે પછી આપની ત્વચા મુજબ મૉઇશ્ચરાઇઝર લઈ તેનાથી ત્વચાની માલિશ કરો.

ધ્યાનમાં રાખવા યોગ્ય વાતો :

ક્લોવ ઑયલ બહુ વધારે સાન્દ્ર હોય છે. માટે એ બાબતનું ધ્યાન રાખો કે જો આપ ડાયરેક્ટ તેનો ઉપયોગ કરવાના હોવ, તો પહેલા તેને કોઇક અન્ય તેલ સાથે 1:10નાં પ્રમાણમાં મેળવો. દરેક ત્વચા ક્લોવ ઑયલ સાથે એક સરખા પ્રત્યાઘાત નથી આપતી. માટે તેનાં દુષ્પરિણામોથી બચવા માટે તેનો ઉપયોગ કરતા પહેલા પૅચ ટેસ્ટ કરો. આ ફેસ મૉસ્કથી હળવીક બળતરા થવી સ્વાભાવિક છે. જોકે જો બળતરા જરૂરથી વધારે થાય, તો પોતાનાં ચહેરો પાણીથી તરત ધોઈ લો અને થોડુંક બરફ ઘસો. ખીલમાં સુસ્પષ્ટ અંતર જોવા માટે અઠવાડિયામાં એક વાર આ ફેસ પૅકનો ઉપયોગ કરો.

અંતિમ પરિણામ

આ ક્લોવ ફેસ મૉસ્ક રેસિપીથી ખીલ સુકાઈ જાય છે. જૂના ડાઘા હળવા થઈ જાય છે અને સમય સાથે ખીલ પણ જતી રહે છે.

English summary
Get rid of acne with this clove face mask recipe. Listed here is a step-by-step method of this DIY acne face mask.
Please Wait while comments are loading...