For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DIY: ખીલ ધરાવતી સ્કિન માટે કપૂરનાં તેલથી બનાવો ફેસ મૉસ્ક

By Super Admin
|

કૅમ્ફૉર ઑયલને સામાન્ય રીતે કપૂરનાં તેલનાં નામે ઓળખવામાં આવે છે અને તે ત્વચા માટે બહુ ઉપયોગી છે. કૅમ્ફૉર ઑયલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ લગભગ 50 વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તે મોટાભાગે સૌંદર્ય ઉત્પાદનોમાં જોવા મળે છે, કારણ કે તેમાં ત્વચાનું રક્ષણ કરવાનાં ગુણો હોય છે.

કપૂર માત્ર આરોગ્ય માટે ફાયદાકારક નથી, પણ તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. ત્વચાની મોટાભાગની સમસ્યાઓ; જેમ કે ખીલ, ડાઘા, ધબ્બા કે ડાર્ક સર્કલ્સ વગેરે માટે તેનો ઉપયોગ કરી શકાય છે. નિયમિત રીતે કપૂરનાં તેલનો ઉપયોગ કરવાથી આપને ચમકતી અને ડાઘા-ધબ્બાથી રહિત ત્વચા મળે છે.

Face Mask For Acne Prone Skin

એક ડીઆઈવાય કૅમ્ફૉર ઑયલ મૉસ્ક વિશે જણાવાયું છે કે જે ખીલનાં ઉપચારમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી તે ખીલ ધરાવતી ત્વચા માટે ઉપયોગી છે.

આવો તેને બનાવવાની વિધિ વિશે જાણીએ અને આ મૉસ્કમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પદાર્થોથી થતા ફાયદાઓ જાણીએ.

જરૂરી સામગ્રી :

- ત્રણ ચમચી બેસન (ચણાનો લોટ)

- બે ચમચી ગ્લિસરીન

- બે ચમચી કૅમ્ફૉર ઑયલ

- ત્રણ ચમચી ગુલાબ જળ

વિધિ :

- એક વાટકામાં ત્રણ ચમચી બેસન લો.

- હવે તેમાં બે ચમચી ગ્લિસરીન મેળવો (જો આપની ત્વચા શુષ્ક છે, તો ગ્લિસરીન વધુ પ્રમાણમાં મેળવો).

- પછી આ પેસ્ટમાં બે ચમચી કૅમ્ફૉર ઑયલ મેળવો.

- તેમાં ત્રણ ચમચી રોઝ વૉટર મેળવો.

- તમામ પદાર્થોને સારી રીતે મેળવી લો કે જેથી કોઈ ગાંઠ ન રહી જાય.

- આ મિશ્રણથી ચહેરાની માલિશ કરો અને તેને સૂકાવા દો.

- 15 મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો.

- ખીલમાંથી મુક્તિ પામવા માટે આ ઉપચારનો ઉપયોગ કરો.

English summary
Here’s how you can prepare this effective camphor oil face mask that helps to treat acne-prone skin with ease.
Story first published: Tuesday, March 28, 2017, 9:42 [IST]
X
Desktop Bottom Promotion