For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવાન દેખાવા માટે લગાવો મઠ્ઠામાંથી બનેલું આ ફેસ પૅક !

By Lekhaka
|

દરેક ભારતીય દૂધ તેમજ દૂધથી બનતા અન્ય પદાર્થોનું સેવન કોઇકને કોઇક સ્વરૂપે કરે જ છે. માખણમાંથી નિકળતા મઠ્ઠાનાં સેવનથી શરીરને ઠંડક હાસલ થાય છે, પરંતુ સું આપ જાણો છો કે પાચન તંત્રને સુધારવા ઉપરાંત આ મઠ્ઠો આપને યુવાન દેખાવામાં પણ મદદ કરી શકે છે ?

મઠ્ઠામાં મોજૂદ લૅક્ટિક એસિડ ત્વચા પરથી ડેડ સ્કિન સેલ હટાવે છે તથા આપની નિખરેલી ત્વચા ઉપસાવે છે. તેમાં મોજૂદ જરૂરી ફૅટ ત્વચામાં અંદર સુધી સમાઈ જાય છે, ત્વચાને હાઇડ્રેટ કરી તેને ટાઇટ તેમજ ચમકદાર બનાવે છે.

મઠ્ઠામાં ઉચ્ચ પ્રમાણમાં મોજૂદફૅટ ત્વચા પર પોતાનો જાદૂ પાથરે છે. જો આપ પણ યુવાન દેખાવા માંગતા હોવ, તો નીચે આપેલા મટ્ઠામાંથી ફેસ પૅક બનાવવાની યુક્તિ અજમાવો.

1. ટોન માટે પૅક

1. ટોન માટે પૅક

1 વાટકીમાં એકચમચી મટ્ઠો તથા એક ચમચી ટામેટાનો રસ મેળવો. રૂની મદદથી આ પૅકને પોતાની ત્વચા પર લગાવો. 30 મિનિટ બાદ પોતાનો ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.

2. શુષ્ક ત્વચા માટે પૅક

2. શુષ્ક ત્વચા માટે પૅક

આ નૅચરલ ફેસ પૅક શુષ્ક ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરી ત્વચાને સ્વચ્છ તથા કોમળ બનાવે છે. આપ પૅક બનાવવા માટે 1 ચમચી મઠ્ઠામાં અડધી ચમચી ક્રીમ મેળવો. આ મિશ્રણથી પોતાની ત્વચાની માલિશ કરો. અડધો કલાક બાદ ઠંડા પાણીથી પોતાનો ચહેરો ધોઈ નાંખો.

3. ડાઘા રહિત ત્વચા માટે પૅક

3. ડાઘા રહિત ત્વચા માટે પૅક

બ્લીચિંગ તથા જીવાણુરોધી ગુણોતી યુક્ત આ પૅક આપનો ચહેરો મુલાયમ તથા ડાઘા રહિત બનાવશે. તેના માટે 1 ચમચી મઠ્ઠામાં થોડીક કેરી તથા 1 ચમચી મધ મેળવો. આ સામગ્રીને મેળવીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ પોતાનાં ચહેરા અને ગળા પર લગાવો. 30 મિનિટ બાદ પોતાનો ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો.

4. મૃત કોશિકાઓ હટાવવા માટે સ્ક્રબ

4. મૃત કોશિકાઓ હટાવવા માટે સ્ક્રબ

મઠ્ઠાનું બેનું આ સ્ક્રબ ત્વચામાંથી ડેડ સ્કિન હટાવી પોર્સ બંધ કરે છે. 1/4 કપ મઠ્ઠામાં 1/2 કપ આખુ મીઠું તથા 10 ટીપા બદામ તેલ મેળવો. આ મિશ્રણ એક પેસ્ટ તરીકે તૈયાર કરો. હવે તેનાથી ધીમે-ધીમે પોતાનાં ચહેરાની માલિશ કરો. 20 મિનિટ બાદ પોતાનો ચહેરો ધોઈ લો. બાદમાં પોતાનાં ચહેરા પર મૉઇશ્ચરાઇઝર લગાવો.

5. એંટી-રિંકલ મૉસ્ક

5. એંટી-રિંકલ મૉસ્ક

એંટી-ઑક્સીડંટથી ભરપૂર મઠ્ઠાનું આ એંટી-રિંકલ મૉસ્ક ફાઇન લાઇનને ગણતરીની મિનિટોમાં ગાયબ કરી દેશે. તેને બનાવવા માટે 1 ચમચી પાકેલું એવોકૅડ લો. તેમાં 1 ચમચી મઠ્ઠો અને 1 ઇંડાની સફેદી નાંખો. આ તમામ સામગ્રી સારી રીતે મેળવો. તેને પાતળુ કરી ચહેરા પર લગાવો. સુકાયા બાદ પોતાનો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

6. પોર્સ બંધ કરવા માટેનું પૅક

6. પોર્સ બંધ કરવા માટેનું પૅક

ઠંડા મઠ્ઠામાં ડુબેલી રૂથી પોતાના ચહેરાની માલિશ કરો. 5 મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરાને લૂછી તેના પર ગુલાબ જળ લગાવો. જ્યારે ગુલાબ જળ ચામડીમાં સમાઈ જાય, ત્યારે ચહેરા પર થોડુક મૉઇશ્ચરાઇઝર લગાવો.

7. ત્વચાની ચમક જાળવી રાખતું પૅક

7. ત્વચાની ચમક જાળવી રાખતું પૅક

આ પૅકમાં સેલો પુનર્જીવિત કરવા માટેના જરૂરી ખનિજો, ફૅટી એસિડ તથા પ્રોટીન ઉપરાંત અન્ય તત્વો પણ મોજૂદ છે. એક વાટકીમાં ઇંડાની સફેદી લો. તેમાં 1 ચમચી મધ નાંખો, 10 ટીપા બદામ તેલ અને 1 ચમચી મટ્ઠો નાંખો. સમગ્ર સામગ્રીને સારી રીતે મળવો. આ પૅક પોતાનાં ચહેરા અને ગળા પર લગાવો. 30 મિનિટ બાદ પોતાનો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

8. સ્કિન વ્હાઇટનિંગ મૉસ્ક

8. સ્કિન વ્હાઇટનિંગ મૉસ્ક

એક વાટકીમાં 1 ચમચી મઠ્ઠો, 1 ચમચી મુલતાની માટી, એક ચપટી હળદર તથા 1 ચમચી મધ લો. આ તમામ વસ્તુઓ મેળવી તેનું એક પેસ્ટ તૈયાર કરો. તેને પોતાનાં ચહેરા અને ગળા પર 20થી 30 મિનિટ માટે રહેવા દો. જ્યારે પૅક સુકાઈ જાય, ત્યારે તેને રગડીને કાઢી નાંખો.

9. સ્કિન ટોનિંગ મૉસ્ક

9. સ્કિન ટોનિંગ મૉસ્ક

1 ચમચી મઠ્ઠાનાં પાવડરમાં થોડુક પાણી મેળવી તેનું એક લેપ તૈયાર કરો. આ લેપ પોતાનાં ચહેરા અને ગળા પર લગાવો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. તે ચહેરા પર મોજૂદ ડાઘાઓમાંથી છુટકારો પામવાની એક સરળ રીત છે તથા તે આપની ત્વચાને પણ યુવાન બનાવશે.

English summary
Listed in this article are buttermilk face mask recipes for clear and toned skin. Take a look.
Story first published: Friday, December 2, 2016, 10:03 [IST]
X
Desktop Bottom Promotion