For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો જરદારાના કુદરતી ફાયદા, ચહેરાથી લઈને વાળ સુધીની બદલાઈ જશે રંગત

By Karnal Hetalbahen
|

પ્લમ ખૂબ જ ટેસ્ટ અને લાજવાબ ફળ હોય છે, જેને જરદારાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રેશેદાર અને નાજુક ફળમાં પ્રોટીન, મિનરલ્સ અને આર્યન જેવા ઘણાં પોષક તત્વ હોય છે.

જે તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. પ્લમ શરીરની સાથે સાથે ચહેરા અને વાળ માટે પણ ખૂબ જ સારા હોય છે. પ્લમમાં વિટામીન એ અને વિટામીન સીની સાથે ફાઈબર પણ હોય છે.

જે શરીરના એન્ટીઓક્સીડેન્ટ માટે ફાયદાકારક હોય છે. આ ફ્રુટમાં એક નિશ્ચિત માત્રામાં નિયાસીન, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન અને પંટોથેનિક એસિડ પણ હોય છે. જે શરીર માટે ઘણા પ્રકારે લાભદાયક હોય છે. અહીં અમે પ્લમથી ચહેરાને થનાર થોડા ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

વધતી ઉંમરને રોકે છે

વધતી ઉંમરને રોકે છે

પ્લમમાં beta-carotene અને વિટામીનની વધારે માત્રા હોવાના કારણે તે ચહેરાની વધતી ઉંમરના નુકશાનથી બચાવે છે. આ ફળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ચહેરા પર કરચલીઓ પડવાથી બચાવે છે. જો તમે તમારા ચહેરાને જવાન બનાવી રાખવા માંગો છો તો પ્લમથી ચહેરાની મસાજ કરો. દરરોજ સાવરે તેના માસ્કને ચહેરા પર લગાવો તેનાથી તમને રેડિએન્ટ સ્કીન મળશે.

ખીલના દાગ દૂર કરવામાં અસરદાયક

ખીલના દાગ દૂર કરવામાં અસરદાયક

પ્લમમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તમારા ચહેરાના ખીલના દાગને મટાડે છે અને સાથે ચહેરાનું કાળાપણું દૂર કરે છે. પ્લમથી ચહેરાની બ્લડ સરક્યુલેશન વધે છે, અને તે નવી સ્કીન ટિશ્યૂઝ ડેવલપ કરે છે.

સન ડેમેઝથી બચાવે છે

સન ડેમેઝથી બચાવે છે

પ્લમમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જે ચહેરાને તડકાંથી થનાર ડેમેઝથી બચાવે છે. તડકાંના કારણે સ્કીન રફ અને ડ્રાય થઈ જાય છે. તમારા ડાયેટમાં પ્લમને શામેલ કરીને તમે તડકાનાં ખતરનાક કિરણોથી બચી શકો છો.

હાઈપરપિગમેન્ટેશન

હાઈપરપિગમેન્ટેશન

તડકાંમાં વધારે ફરવાના કારણે શરીરમાં મેલનિન ઝડપી વધવા લાગે છે. જેના કારણે કાળી પરત ચહેરા પર બની જાય છે. અને વધારે પિગમેન્ટેશન થઇ જાય છે. પ્લમના જ્યૂસની મદદથી મેલેનીનના પ્રભાવને ઓછો કરીને ચહેરાને ગ્લોઈંગ બનાવી શકે છે.

સ્કીનને લચીલી બનાવે

સ્કીનને લચીલી બનાવે

દરરોજ પ્લમ ખાવા કે પીવાથી ચહેરો લચીલો બને છે. પ્લમમાં વિટામીન સી હોય છે જેના કારણે સ્કીન લચીલી બનવાની સાથે ગ્લોઈંગ પણ બને છે. વિટામીન સીના કારણે ચહેરો હાઈડ્રોક્સીપ્રોલાઈન અને હાઈડ્રોક્સીલીસિન બે તત્વો બનવાના શરૂ થઈ જાય છે. જે ચહેરાની રંગત વધારવાની સાથે જવાન પણ બનાવી રાખે છે.

વધતી ઉંમર અને કરચલીઓને છૂપાવે છે

વધતી ઉંમર અને કરચલીઓને છૂપાવે છે

પ્લમમાં રહેલ પોષ્ટિક તત્વોના કારણે ચહેરાને વધતી ઉંમરની અસરને રોકી શકાય છે અને સાથે જ તેના કારણે ચહેરાની કરચલીઓ પણ ઓછી થાય છે.

મજબૂત વાળ

મજબૂત વાળ

પ્લમમાં રહેલા વિટામીન અને પ્રોટીનની વધારે માત્રાને કારણે વાળ મજબૂત અને લાંબા થાય છે. તેમાં રહેલા વિટામીન ઈ વાળને ખરવાથી પણ રોકે છે.

ડ્રેંડફ દૂર કરે

ડ્રેંડફ દૂર કરે

પ્લમમાં રહેલા વિટામીન સી મૂળમાં બ્લડ સરક્યુલેશન વધારે છે. પ્લમના બીજને મૂળમાં લગાવ્યા પછી ઠંડા પાણીથી ધોવાથી ડ્રેંડક તો દૂર થાય જ છે સાથે જ ખંજવાળ પણ ઓછી થઈ જાય છે.

વાળનો કલર બનાવી રાખે છે

વાળનો કલર બનાવી રાખે છે

રેશેદાર પ્લમ ના .ક્ત તમારા ડ્રેંડકની ફરિયાદને દૂર કરે છે પરંતુ તે તમારા વાળના કલરને પણ મેન્ટેન કરે છે, તેમાં રહેલા તત્વ તમારા નેચરલ કલરને બનાવી રાખે છે.

English summary
Read to know the amazing beauty benefits of plum for skin care.
Story first published: Wednesday, February 22, 2017, 9:54 [IST]
X
Desktop Bottom Promotion