આ કારણો વાંચ્યા બાદ ાપ ક્યારેય નહીં ફોડો પિંપલ

Subscribe to Boldsky

આપ સવારે એકદમ ફ્રેશ મૂડમાં ઉઠો છો અને બ્રશ કરવા માટે જેવા જ મિરર સામે ઊભા થાવ છો કે આપને પોતાનાં ચહેરા પર ખીલ નજરે પડે છે અને આપની સમગ્ર ફ્રેશનેસ બે મિનિટમાં ચિંતામાં ફેરવાઈ જાય છે.

આપને દુઃખાવો પણ થવા લાગે છે અને સમગ્ર ધ્યાન માત્ર અને માત્ર તે જ ખીલ પર કેન્દ્રિત થઈ જાય છે. ઘણી વાર તો મન માનતું નથી અને આપણે તેને ફોડી નાંખીએ છીએ.

પરંતુ ખીલ ફોડવી કે દબાવવી સારી બાબત નથી. તેનાથી ચહેરાને નુકસાન પહોંચે છે આપને પાછળથી અહેસાસ થાય છે કે આવું નહોતું કરવું જોઇતું.

ખીલ નિકળતા ઘરગથ્થુ ઉપાયો અજમાવો, ધૈર્ય રાખો. ખીલ સાજી થવામાં સમય લાગી શકે છે, પણ જો આપ તેને છંછેડશો નહીં, તો તે સાજી થયા બાદ ચહેરા પર ખબર પણ નહીં પડે, પરંતુ જો આપે ભૂલથી પણ તેને ફોડી કે દબાવી દીધી, તો આપને આ 7 પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે :

1. ડાઘા પડી જવા :

જો આપચહેરા પર ઉગતી ખીલને ફોડી દો છો, તો ત્યાં ડાઘો પડી જ ડાય છે કે જે ચહેરાને ખૂબ ભદ્દો બનાવી દે છે.

2. ઇન્ફેક્શન થઈ જવું :

ખીલમાં ભરેલી ગંદકી નિકળવા લાગે છે અને તે સ્થાને ચેપ થઈ જાય છે. તેને પ્રાકૃતિક રીતે સૂકાવા દો.

3. સોજો આવવો :

ખીલ ફોડતા તે સ્થાને બળતરા થાય છે અને ઘણી વાર મોટો સોજો પણ આવી જાય છે. તેથી શ્રેષ્ઠ વિકલ્પ છે કે ચંદન વગેરેનો લેપ લગાવી છોડી દો. મુલ્તાની માટી પણ યોગ્ય ઉપાય છે.

4. પડ જામવા :

જ્ાયરે આપ ખીલ ફોડો છો, તો ત્યાંથી લોહી નિકળવા લાગે છે, કારણ કે તે કાચી જ હોય છે. તેવામાં ત્વચા પર લોહીનું પડ જામી જાય છે અને આપનો ચહેરો ભદ્દો થઈ જાય છે.

5. સાજા થવામાં વધુ સમ લાગવો :

ખીલ ફોડી દેતા તેને સાજી થવામં વધારે સમય લાગે છે, કારણ કે અંદરથી ઈજાગ્રસ્ત થઈ જાય છે અને અંદરથી ઘા ભરવામાં તેને લાંબો સમય લાગે છે.

6. વધુ ખીલ થવી :

જો આપ એક ખીલ ફોડો છો, તો તેનાથી નિકળતા પાણી અને પસ આસપાસની ત્વચા પર લાગી ચાયછે અને ચેપનાં કારણે ત્યાં પણ ખીલ ઉગી નિકળે છે. તેથી એક પણ ખીલને છંછેડો નહીં.

7. ત્વચામાં ચકામા થવા :

ખીલ ફોડતા ત્યાંની ત્વચા કાળી થઈ જાય છે કે જે જોવામાં સ્પષ્ટ જણાય છે. આ રીતે, ચહેરા પર ચકામા નજરે પડવા લાગે છે.

English summary
Take a look at these reasons why you should never pop a pimple. These reasons will convince you to never squeeze a pimple ever again.
Please Wait while comments are loading...