ખીલનાં ડાઘા હોય કે બ્લૅકહૅડ્સ, બધું દૂર કરે લસણનું મૉસ્ક

Subscribe to Boldsky

શું આપ જાણો છે કે કાચું લસણ ખીલનાં નિશાનને દૂર કરવામાં કેટલું કારગત નિવડે છે ?

મોટાભાગનાં લોકોમાંનાં કેટલાંક લોકોની આદત હોય છે કે તેઓ ચહેરા પર નિકળેલા પિંપલ્સને ફોડી દે છે અને ચહેરા પર અભદ્ર નિશાન બનાવી લે છે, પરંતુ શું આપ જાણો છો કે કાચું લસણ ખીલનાં નિશાન દૂર કરવામાં કેટલું કારગત નિવડે છે ?

જો કાચા લસણને પીસીને ખીલ પર લગાવવામાં આવે, તો સોજો તો ખતમ થશે જ, સાથે-સાથે ખીલ બળી જશે અને એક અભદ્ર નિશાન છોડી જશે.

એવું એટલા માટે, કારણ કે લસણમાં સલ્ફરનું પ્રમાણ બહુ વધારે હોયછે. તેથીચહેરા પર જ્યારે પણ લસણ લગાવો, તો તેની અસર ઓછી કરવામાટે તેની સાથે અન્ય સામગ્રીઓ પણ મેળવી લો.

આજે અમે આપને લસણનું એવું ફેસ મૉસ્ક બનાવતા શીખવાડીશું કે જેની મદદથી આપ બ્લૅકહૅડ્સ, પોર્સની સફાઈ, સ્કિનને ટાઇટ તથા ખીલને દૂર કરી શકોછો. આવો જાણીએ તેના વિશે :

બ્લૅકહૅડ્સ દૂર કરવા માટે :

1 લસણની કળી પીસેલી લો, 1 નાની ચમચી ઓટમીલ પાવડર, 3 ટીપા ટી ટ્રી ઑયલ તથા 1 ચમચી મધ લઈ મેળવો. આ પેસ્ટનું પાતળું કોટ પોતાનાં નાક પર લગાવો અને 5 મિનિટ સુધી રહેવાદો. પછી તેને સ્ક્રબ કરતા સાફ કરી લો અને ચહેરો ધોઈ લો.

પોર સાફ કરવા માટે :

એક પાકેલા ટામેટામાંથી 1 ચમચી જ્યુસ કાઢી લો.પછી તેમાં 1 પીસેલું લસણ અને કેટલાક ટીપા બદામ તેલમેળવો.પછી પોતાનો ચહેરો સાફ કરી લો અને આ પેસ્ટ લગાવો. પછી 20 મિનિટ બાદ હેરો હુંફાળા પાણીથી ધોઈ લો. તે પછી ઠંડા પાણીથી ચહેરોધુઓ કે જેનાથી પોર્સ બંધ થઈ જાય.

એક્ને ક્લીઝિંગ મૉસ્ક :

2 લસણની કળીઓ લો અને તેનું પેસ્ટ બનાવો. 1 ચમચી મધ તથા 1 ચમચી ઑલિવ ઑયલ મેળવી પેસ્ટ બનાવી લો. પછી ચહેરો સાફ કરો અને તેના પર આ પેસ્ટ લગાવો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. અંતે ચહેરા પર ફેસ ક્રીમ લગાવી લો.

સ્કિનને ટાઇટ કરનાર મૉસ્ક

2 કાપેલી લસણની કળીઓ લો, તેની સાથે 1 ઇંડાનો સફેદ ભાગ, 5 ટીપા નારિયેળ તેલ અને 1 ચમચી મધ મેળવી પેસ્ટ બનાવો. હવેઆ પેસ્ટનું પાતળું કોટ ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી થોભો તથા પછી ચહેરો ધોઈ લો.

ચહેરો સાફ કરવા માટે મૉસ્ક

3 લસણની કળીઓ પીસી પેસ્ટબનાવો. પછી તેમાં 1 ચમચી દહીં તથા 1 ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટ ચહેરા પર મૉસ્કની જેમ લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ નાંખો.

English summary
Listed in this article are garlic face mask recipes. To clear skin, try this garlic face pack.
Please Wait while comments are loading...